VIDEO: સુરતની લાજપોર જેલની હાર્દિકે લીધી મુલાકાત, કહ્યું,”જેલ એ મારૂ બીજું ઘર છે”

સુરતઃ લાજપોર જેલમાં બંધ પાટીદાર યુવાનો સાથે PAASનાં આગેવાન નેતા હાર્દિક પટેલે મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ હાર્દિકે કંઇક વિશેષ પ્રકારનું નિવેદન આપતાં જણાવ્યું હતું કે,”જેલ એ મારું બીજું ઘર છે. મેં જેલમાં બંધ નિર્દોષ યુવાનો સાથે મુલાકાત કરી હતી.”

હાર્દિકને રાજદ્રોહનાં ગુનામાં ગુજરાતમાંથી તડીપાર કરાયો હતો. પાટીદાર સમાજના આર્થિક, સામાજિક ઉત્થાન માટે સતત ચિંતા કરતો હાર્દિક સરકાર સામે કેટલાંય સમયથી અનામત આંદોલનને લઇ લડત ચલાવે છે. આ આંદોલન દરમિયાન અગાઉ હાર્દિક નવ મહિના જેલવાસ ભોગવી ચૂક્યો છે.

સુરતમાં લાજપોર જેલની હાર્દિકે લીધી મુલાકાત
જેલમાં બંધ પાટીદાર યુવાનો સાથે કરી મુલાકાત
મુલાકાત બાદ હાર્દિક પટેલનું નિવેદન
જેલ એ મારૂ બીજું ઘર છેઃ હાર્દિક પટેલ
નિર્દોષ યુવાનો સાથે કરી મુલાકાતઃ હાર્દિક પટેલ

You might also like