Categories: Gujarat

હાર્દિક પટેલને પાટીદારોનો કેટલો સપોર્ટ મળે છે તેના પર કોંગ્રેસની નજર

અમદાવાદ: ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગાંધીનગર ફતેહ કરવા માટે કોંગ્રેસ હાઇકમાન્ડ દ્વારા છેક ડિસેમ્બર મહિનાની શરૂઆતથી દાવેદારો પાસેથી ટિકિટ માટેનાં ફોર્મ ભરાવાયાં હતાં. આના પહેલાં દાવેદારોએ હાઇકમાન્ડ પાસે પોતાના બાયોડેટા સુપરત કર્યા હતા.

પ્રદેશ કોંગ્રેસનાં સૂત્રો કહે છે, છેક ગત તા.પ ડિસેમ્બરથી હાઇકમાન્ડે દાવેદારોમાં વિધાનસભાની ટિકિટ માટેનું ફોર્મનું વિતરણ શરૂ કર્યું હતું. રાજ્યભરમાંથી ૧પરપ દાવેદારોએ વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસમાંથી લડવાની ઇચ્છા દર્શાવીને પોતાના બાયોડેટા પક્ષને સુપરત કરતાં ફોર્મ વિતરણનો બીજો તબક્કો હાથ ધરાયો હતો, જોકે આશ્ચર્યજનક રીતે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયમાં દાવેદારોના જમા થયેલા બાયોડેટા કરતાં વધુ ફોર્મ ભરાઇને આવ્યાં છે, જોકે દાવેદારો પાસેથી ફક્ત ચીલાચાલુ પ્રકારની જ માહિતી મંગાવાતાં આ બાબત પણ વિવાદાસ્પદ બની છે.

આ બંને તબક્કા પૂર્ણ થયા બાદ તમામ દાવેદારો હાઇકમાન્ડના આગળના તબક્કા તરફ ચાતકડોળે મીટ માંડીને બેઠા છે, પરંતુ પક્ષ તો એક પછી એક કાર્યક્રમોમાં વ્યસ્ત છે. પહેલાં મહેસાણાની રાહુલ ગાંધીની જાહેરસભાની તૈયારીમાં સઘળા નેતાઓ ખડેપગે રહ્યા. નોટબંધી વિરુદ્ધના કાર્યક્રમોની વણજાર હેઠળ આજે આરબીઆઇનો ઘેરાવો કરાયો. હવે પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીની તા.રર જાન્યુઆરીની આણંદની સભાને સફળ બનાવવા પક્ષ નેતૃત્વ એડીચોટીનું જોર લગાવશે. આ ઉપરાંત ઉત્તરપ્રદેશના રસાકસીભર્યા ચૂંટણીજંગમાં ગુજરાત કોંગ્રેસના કદાવર નેતાઓ ચૂંટણી પ્રચાર કરવા ઉત્તરપ્રદેશનાં મહત્ત્વનાં શહેરોને ધમરોળશે.

આ દરમ્યાન ગઇ કાલથી ગુજરાતના રાજકારણના તખ્તા પર હાર્દિક પટેલનો ધમાકેદાર પ્રવેશ થયો છે, જેના કારણે કોંગ્રેસ હાઇકમાન્ડ હાર્દિકને મળનારા લોકસમર્થન પર નજર રાખી રહ્યું છે. જો હાર્દિક વર્તમાન સરકાર વિરુદ્ધ પાટીદાર સમાજમાં રોષ ઊભો કરી શકશે તો કોંગ્રેસ પાટીદાર વોટબેન્કને હાંસલ કરવા અત્યારના દાવેદારોની યાદીની તમા નહીં રાખે અને ઉમેદવારોની પસંદગી માટે બંધબારણે વિવિધ આગેવાનો સાથે ગુફતેગુનો દોર યોજીને નવેસરથી નવાં સમીકરણ માંડશે તેમ પ્રદેશ કોંગ્રેસનાં ટોચનાં વર્તુળો કહે છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા ઝુંબેશ હાથ ધરાશે, CMએ ગૃહવિભાને આપ્યાં આદેશ

અમદાવાદઃ રાજ્યમાં નાસતા-ફરતા આરોપીઓને ઝડપવા માટે એક ઝૂંબેશ હાથ ધરવામાં આવશે. 21 હજાર જેટલાં આરોપીઓને પકડવા માટે ગૃહવિભાગે કવાયત હાથ…

16 hours ago

PNBને ડિંગો બતાવનાર નીરવ મોદી વિદેશી બેંકોને કરોડો ચૂકવવા તૈયાર

નવી દિલ્હીઃ પંજાબ નેશનલ બેન્ક કૌભાંડનાં મુખ્ય આરોપી નીરવ મોદીની હજુ શોધખોળ જારી છે. નીરવ મોદી ભારતીય બેન્કોના કરોડો રૂપિયા…

17 hours ago

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, પ્રાથમિક શાળાઓમાં કન્યાઓને અપાશે માસિક ધર્મનું શિક્ષણ

ગાંધીનગરઃ રાજ્ય સરકાર દ્વારા એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી પ્રાથમિક સ્કૂલોમાં માસિક ધર્મ અંગેનું માર્ગદર્શન આપવામાં આવશે. પ્રાથમિક…

17 hours ago

DeepVeer Wedding: દીપિકા-રણવીર કોંકણી રીતિ રિવાજથી બંધાયા લગ્નનાં બંધનમાં

બોલીવૂડની સૌથી સુંદર જોડીઓમાંની એક જોડી એટલે દીપિકા પાદુકોણ અને રણવીર સિંહ. જેઓ હવે પતિ-પત્ની બની ચૂક્યાં છે. ઘણાં લાંબા…

18 hours ago

ઇસરોને અંતરિક્ષમાં મળશે મોટી સફળતા, લોન્ચ કર્યો સંચાર ઉપગ્રહ “GSAT-29”

અંતરિક્ષમાં સતત પોતાની ધાક જમાવી રહેલ ભારતે આજે ફરી વાર એક મોટી સફળતાનો નવો કીર્તિમાન રચ્યો છે. ઇસરોએ બુધવારનાં રોજ…

18 hours ago

RBI લિક્વિડિટી વધારવા ફાળવશે રૂ.૧૫ હજાર કરોડ

મુંબઇઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ દેશની ઇકોનોમીમાં લિક્વિડિટી વધારવાની સરકારની માગણી સ્વીકારી લીધી છે. આરબીઆઇએ સરકારી સિક્યોરિટીઝની ખરીદી દ્વારા ઇકોનોમિક…

19 hours ago