Categories: Gujarat

અારોપી હાર્દિકને પ્રથમ વખત સાક્ષી તરીકે હાજર કરાયો

અમદાવાદ: પાટીદાર આંદોલન સમયે જીએમડીસી પર થયેલા પોલીસ દમન કેસમાં આજે પાસના કન્વીનર હાર્દિક પટેલને સાક્ષી તરીકે મેટ્રો કોર્ટમાં હાજર કરવામાં આવ્યો છે. તેને સાબરમતી જેલમાંથી આજે સવારે પોલીસ જપ્તા સાથે મેટ્રો કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પોલીસે અસંખ્ય પાટીદારો ઉપર દમન ગુજાર્યું હતું. આ અંગે મેટ્રો કોર્ટમાં ખાનગી ફરિયાદ થઇ હતી. આ કેસમાં હાર્દિકનું નિવેદન જરૂરી હોવાથી મેટ્રો કોર્ટે સમન્સ જારી કર્યો હતો. 25 ઓગસ્ટ, 2015ના રોજ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશાળ રેલી બાદ હાર્દિકે અામરણ ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.

તેના સમર્થનમાં ગ્રાઉન્ડમાં બેઠેલા પાટીદારોને ગ્રાઉન્ડ ખાલી કરાવવા બાબતે પોલીસે પાટીદારો પર બેફામ લાઠીચાર્જ ગુજાર્યો હોવાના આક્ષેપ થયા હતા. આ ઘટના બાદ સમગ્ર ગુજરાતમાં ‌િહંસા ફાટી નીકળી હતી. પોલીસે ગુજારેલા દમન બાદ મેટ્રો કોર્ટમાં ખાનગી ફરિયાદ થઈ હતી. આ કેસમાં હાર્દિકનું નિવેદન જરૂરી હોવાથી મેટ્રો કોર્ટે સમન્સ જારી કર્યો હતો.

વિસનગર કોર્ટમાં રજૂ કરાયા બાદ ગઈકાલે તેને અમદાવાદ ખાતેની સાબરમતી સેન્ટ્રલ જેલમાં લાવવામાં અાવ્યો હતો અને આજે સાબરમતી સેન્ટ્રલ જેલમાંથી હાર્દિક પટેલને પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે મેટ્રો કોર્ટમાં સાક્ષી તરીકે રજૂ કરાયો હતો. હાર્દિકને આજે કોર્ટમાં લવાતાં મોટી સંખ્યામાં પાટીદારો ઊમટી પડ્યા હતા, જેને પગલે પોલીસે સવારથી જ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો.

divyesh

Recent Posts

સોલા સિવિલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ ઊભી રાખવી હોય તો હપ્તો આપવો પડશે..!

અમદાવાદ: શહેરના એસ.જી.હાઇવે પર આવેલ સોલા સિ‌વિલ હોસ્પિટલમાં પ્રાઇવેટ એમ્બ્યુલન્સ મુકવી હોય તો હપ્તો આપવો તેમ કહીને ધમકી આપતા બે…

12 hours ago

વેપારીઓને ગુમાસ્તાધારાનું સર્ટિફિકેટ હવે મળશે ઓનલાઇન

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનની હદ વિસ્તારમાં આવેલી સંસ્થાઓ જેવી કે વેપારી પેઢીઓ, દુકાનો સહિતના વ્યવસાયદારો માટે સારા સમાચાર છે. તંત્રના ગુમાસ્તાધારા…

12 hours ago

કરોડોના કૌભાંડમાં દીપક ઝા ચીટર વિનય શાહનો ગુરુ?

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના માલીક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહ આચરેલા…

13 hours ago

મ્યુનિ. સ્કૂલબોર્ડની બલિહારીઃ સિનિયર કલાર્ક સહિતની 60 ટકા જગ્યા ખાલી

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત શાળાઓમાં છેલ્લાં ચાર વર્ષમાં ૪૬ હજાર વિદ્યાર્થી ઘટ્યા છે, તેમ છતાં શાસકો શૈક્ષણિક પ્રવૃત્તિ પાછળ ધ્યાન…

13 hours ago

નોઈડામાં સ્કૂલ બસ ડિવાઈડર સાથે ટકરાતાં 16 બાળકો ઘાયલ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલ નોઈડામાં રજનીગંધા અંડર પાસ પાસે આજે સવારે શાળાના બાળકોને લઈને જતી એક બસ ડિવાઈડર સાથે…

13 hours ago

કોલેજિયન વિદ્યાર્થીનું તેની જ કારમાં અપહરણ કરી લૂંટી લીધો

અમદાવાદ: શહેરમાં ચોરી, લૂંટ, અપહરણ જેવી ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઇ રહી ત્યારે મોડી રાતે એક વિદ્યાર્થીનું એસ.જી.હાઇવે પર…

13 hours ago