VIDEO: હાર્દિક સમાજને ગેરમાર્ગે દોરે છેઃ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન

ગુજરાતઃ પાટીદારનાં 40 આગેવાનોએ હાર્દિક વિરૂદ્ધ પ્રેસનું આયોજન કર્યું હતું. પાટીદાર અનામત આંદોલનકારીઓમાં ફૂટફાટ કોઈ નવી ઘટના નથી. વરૂણ અને રેશમા પટેલે હાર્દિક પટેલથી છેડો ફાડ્યા બાદ અનામત મુદ્દે પાટીદારમાં ફરી વખત બે ભાગ પડયા છે. હવે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાર્દિક પટેલનાં આંદોલનને `પ્રાઈવેટ અનામત આંદોલન’ કહીને હાર્દિક પટેલ પર આક્ષેપો કર્યા છે. એટલું જ નહીં વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને હાર્દિક પર સમાજને ગેરમાર્ગે દોરવાનો આક્ષેપ કર્યો હતો. તો હાર્દિક પક્ષેથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનનાં આગેવાનોને બનાવટી આગેવાનો કહીને વળતો પ્રહાર કરવામાં આવ્યો હતો. હાર્દિકે કહ્યું હતું કે સમાજનાં લોકોને એકઠા કરવાની તેમનામાં ક્ષમતા નથી.

હાર્દિક પટેલનું અનામત આંદોલન એ પ્રાઇવેટ છે. હાર્દિક પટેલ આંદોલનનાં નામે સમાજને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમજ આ અનામતનાં મુદ્દે જ પાટીદાર સમાજમાં બે ભાગ પડ્યાં છે. હાર્દિક પર પ્રહાર કરતા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને કહ્યું કે પાટીદાર સમાજનાં લોકોને એકઠા કરવાની તાકાત હાર્દિકમાં નથી.

You might also like