Video: હાર્દિકના વધુ 5 વીડિયો જાહેર થયા, હાર્દિકે કહ્યું, મને કોઈ ફરક પડતો નથી

પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલના વધુ પાંચ સેક્સ વીડિયો જાહેર થતા ખળભળાટ મચ્યો છે. છેલ્લા 1 મહિનાની અંદર 10થી વધુ હાર્દિકના વીડિયો વાયરલ થઈ ચૂક્યા છે, જેમાં તે અલગ અલગ યુવતીઓ સાથે જોવા મળી રહ્યો છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે, તેના માત્ર બે દિવસ પહેલા જ હાર્દિકના વીડિયો ફરીથી જાહેર થયા છે. જો કે હાર્દિકે આ વીડિયો પર પ્રતિક્રિયા આપતાં કહ્યું છે કે, ‘આ બધું તો ચાલતું રહેવાનું. વીડિયો વાયરલ થતા રહેશે. મને કોઈ ફરક પડતો નથી.’

હાર્દિકનો પહેલી સેક્સ સીડી 13 નવેમ્બરે જાહેર થઈ હતી. જો કે સમભાવ ન્યૂઝ કે વીટીવી તરફથી આવા કોઈ વીડિયોની પુષ્ટિ કરવામાં આવી રહી નથી. એક વીડિયોમાં હાર્દિક એક રૂમમાં છે અને તેની સાથે એક મહિલા છે. વીડિયોમાં થોડા સમય બાદ મિત્રો રૂમની બહાર જતા રહે છે

બીજા એક વીડિયોમાં તે એક ઘરમાં બેસીને વાતચીત કરી રહ્યો છે, તેવું જોવા મળી રહ્યું છે. હાર્દિક પટેલે આ વીડિયોને અવગણતાં કહ્યું છે કે, ‘આ બધું તો ચાલતું રહેશે. વીડિયો વાયરલ થતા રહેશે. મારી લડાઈ ચાલુ જ રહેશે. વીડિયોથી અમારું ધ્યાન ભટકવાનું નથી. હું સમાજ માટે જે રીતે કામ કરી રહ્યો છું, તે રીતે જ કરતો રહીશ. જેને જે કરવું હોય તેના માટે પૂરી છૂટ છે.’

હાર્દિક પટેલે બુધવારે સાંજે અમરેલીમાં રોડ શો કર્યો હતો. તેણે રોડ શો દરમ્યાન કહ્યું હતું કે, ’25-25 વર્ષથી મૂર્ખ અને નપુંસક MLA બેસાડીને રાખ્યા છે. હવે તેમને કાઢી દો. અમરેલીથી હવે કૃષિમંત્રી નહીં બલ્કે મુખ્યમંત્રી જોઈએ.’ જો કે હાર્દિકે આ નિવેદન કરી કોંગ્રેસના પરેશ ધાનાણી તરફ ઈશારો કર્યો હતો.

You might also like