પાટણ આત્મવિલોપન મુદ્દે હાર્દિક પટેલ, જીજ્ઞેશ મેવાણી અને અલ્પેશ ઠાકોરે સરકાર પર સાધ્યું નિશાન

પાટણમાં જમીન વિવાદ મામલે આત્મવિલોપન કરનાર ભાનુભાઇનું મૃત્યુ બાદ પાસ કન્વીનર હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

પાસના કન્વીનર હાર્દિક પટેલે ગાંધીનગર સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન હાર્દિકે સરકાર પર પ્રહાર કરતા કહ્યુ છે કે, ભાનુભાઈના પરિવારને ન્યાય મળવો જોઈએ. ગુજરાતના તમામ સમાજે મળીને જાગૃતિ લાવવી પડશે. ભાનુભાઈના આત્મવિલોપન બાદ સરકારની બેદરકારી સામે આવી છે.

આ મામલે પોલીસ અને કલેકટર સામે પગલા લેવામાં આવે..ત્યાર બાદ હાર્દિકે મહેસુલ મંત્રી કૌશિક પટેલ પર નિશાન સાધતાં કહ્યુ છે કે, મહેસુલ મંત્રીને ગરીબોની જમીન અંગે ધ્યાન આપવુ જોઈએ જેથી આગળ આવા બનાવો ન બને.

આ તરફ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ નિવેદન આપતા કહ્યુ છે કે, આ મામલે SITની તપાસ કરવાની માંગ કરી છે. જીગ્નેશ મેવાણીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યુ છે કે, સરકાર માત્ર કાગળ પર જમીનો આપે છે અને સરકારે માત્ર ઉદ્યોગપતિઓને જમીન આપી છે અને દલિતો સાથે સરકાર અન્યાય કરી રહી છે. આ ઉપરાંત જીગ્નેશ મેવાણીએ કેદ્ર અને રાજ્યની સરકારને એન્ટી દલિત સરકાર પણ ગણાવી છે.

રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન આપતા કહ્યુ છે કે, આ મામલે તપાસ થવી જોઈએ અને આ મામલે જવાબદાર અધિકારીઓ સામે પગલા લેવામાં આવવા જોઈએ..

You might also like