હાર્દિક પટેલે ભાજપ પર કર્યો આક્ષેપ, કહ્યું હેરાન કરી રહી છે સરકાર

અમદાવાદ: ગુજરાત પાટીદાર સમાજના નેતા હાર્દિક પટેલે ભાજપ પર  ‘હેરાન’ કરવાનો આક્ષેપ મુક્યો છે. હાર્દિકે જણાવ્યું કે વિધાનસભા ચુંટણી નજીક છે ત્યારે ગુજરાત બીજેપી સરકાર તેને અને તેના સમર્થકોને હેરાન કરી રહી છે, અને સમર્થકો પર ખોટી રીતે કેસ દાખલ કરી રહી છે. આંદોલન શાંતિપુર્ણ રીતે ચાલી રહ્યું છે. પટેલનું કહેવું છે કે કાયદાનું અમે પુરી રીતે ધ્યાન રાખીશું અને તેને કહ્યું કે ગમે ત્યારે જેલ જવા પણ તૈયાર છીએ.

હાર્દિક પટેલની સાથે થયેલી વાતો:

 • ગુજરાતમાં પટેલો અને દલિતો પર થયેલા અત્યાચારો બીજેપી વિરૂધ્ધ છે.
 • વીએચપી એક સમયે હિંદુઓની વાતો કરતું હતું.
 • પ્રવિણ તોગડીયાની રાજનીતી મોદીએ પુરી કરી નાખી.
 • ગુજરાત માં હિંદુ- મુસ્લીમોનો કોઈ મુદ્દો નથી.
 • ગુજરાતમાં લોકહિતનું વિચારતી સરકાર બનશે.
 • હિંદુ મુસ્લિમ વચ્ચે દંગાઓ કરાવે તેવી સરકાર નહિ બને.
 • હું લિડર નથી નિડર છું.
 • કોઈ પાર્ટીમાં જોડાવવા માગતો નથી.
 • કેન્દ્ર સરકાર આરક્ષણની સાથે છેડછાડ કરવા ઈચ્છે છે.
 • બીજેપી સંધની સાથે મળીને આરક્ષણ ખત્મ કરવા ઈચ્છે છે.
 • બીજેપી ને પાઠ ભણાવવાનો છે.
You might also like