VIDEO: સીએમ રૂપાણીનાં ગઢમાં મહાક્રાંતિ સભામાં હાર્દિકની ગર્જના

રાજકોટઃ ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીનાં ગઢ ગણાતા એવા રાજકોટમાં આજે પાટીદાર નેતા હાર્દિક પટેલે નાના મૌવા સર્કલ 150 ફૂટ રિંગરોડ પાસે મહાક્રાંતિ સભાનું આયોજન કર્યું હતું. જેમાં હાર્દિકે પોતાનો પાવર દેખાડ્યો હતો. આ સભામાં હાર્દિક આવે તે પહેલા જ આ મેદાન સંપૂર્ણ રીતે ખીચોખીચ ભરાઈ ગયું હતું.

અંદાજે હજારોની સંખ્યામાં અહીં લોકો ઉમટી પડ્યા હતાં. હાર્દિકની આ જાહેર સભામાં આજુબાજુનાં ગામડાંઓમાંથી પણ હજારોની સંખ્યામાં જનમેદની અહીં ઉમટી પડી હતી. જો કે આ સભાને લઇ પોલીસ દ્વારા પૂરતો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો.

આ સભામાં હાર્દિક પહોંચે તે પહેલા PAASનાં કન્વિનરોએ “પાટીદાર આંદોલન” અંગે લોકોને માહિતગાર કર્યા હતાં. આ સિવાય હાર્દિકે એમ પણ કહ્યું હતું કે જીએમડીસી બાદ જો કોઇ યાદગાર સભા રહેશે તો તે આજની આ સભા વધુ યાદગાર રહેશે.

આ સાથે પાટીદાર આંદોલન દરમિયાન શહીદ થયેલા લોકોનાં પરિવાજનોનાં ઈન્ટરવ્યુ અને તેનો એક વીડિયો પણ હાર્દિકે રજૂ કર્યો હતો. તેમજ કહ્યું કે ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. તેમજ ભાજપે સૌરાષ્ટ્રને બદનામ કરવાનું કાર્ય કર્યું છે.

હાર્દિકે આ સભામાં સંબોધન કરતા અને ભાજપ પર પ્રહાર કરતા એમ જણાવ્યું કે,”વિકાસ ગાંડો નથી થયો પણ વિકાસે તો જન્મ જ નથી લીધો. બાળકોને શિક્ષણ એ સસ્તું તેમજ સારૂ મળવું જોઇએ નહીં કે ડોનેશનવાળું.

આગામી ચૂંટણીને લઇ પણ પ્રહાર કરતા હાર્દિકે જણાવ્યું કે હવે 9મી ડિસેમ્બરે જવાબ આપવાનો દિવસ આવી ગયો છે તેથી જો તમે લોકો 9મી ડિસેમ્બરે આનો જવાબ બરાબર નહીં આપો તો તમારે પછી સહન કરવાનો વારો જ આવશે. આ રીતે હાર્દિકે આ સભામાં સરકાર પર આડકતરી રીતે પ્રહારો કર્યા હતાં. કહેવાય છે કે આ સભામાં પહોંચેલા યુવાનોમાં ખૂબ જ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો હતો.

You might also like