મેચ અગાઉ ટીમ ઇન્ડીયાનું અનોખુ સ્વાગત : હાર્દિક પંડયાએ આફ્રિકી ઢોલ પર ડાન્સ કર્યો

ચોથી મેચમાં પરાજયનો સામનો કરનાર ટીમ ઇન્ડીયા અને આફ્રિકા વચ્ચે હવે પછી પોર્ટ એલિઝાબેથના મેદાનમાં આગામી વન ડે રમાશે. શ્રેણીમાં 3-1થી આગળ ચાલી રહેલી ટીમ ઇન્ડીયા રવિવારે પાંચમા મેચ માટે પોર્ટ એલિઝાબેથ પહોંચી હતી. અહીં ટીમ ઇન્ડીયાનું સ્વાગત આફ્રિકાના અંદાજમાં કરવામાં આવ્યું હતું.

ટીમ ઇન્ડીયા જ્યારે હોટલ પહોંચી ત્યારે આફ્રિકાની પારંપારિક રીતે નગારા વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું. વન ડે શ્રેણીમાં ફલોર રહેલા ટીમ ઇન્ડીયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ પોતે રોકી ન શક્યો અને આફ્રિકાના નગારા પર ડાન્સ કર્યો. બીસીસીઆઇ પોતાની ઓફિશિયલ ટવિટર એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો હતો.

You might also like