VIDEO: ફિલ્મ ‘હરામખોર’નું ટ્રેલર રિલીઝ

મુંબઇ: બોલીવુડનો જાણીતો કલાકાર નવાઝુદીન સિદ્દીકીની ઘણા સમયથી અટકાયેલી ફિલ્મ હરામખોરને હાલમાં જ એફસીટીએ પાસ કરી દીધી હતી, હવે આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઇ ગયું છે.

જણાવી દઇએ કે શ્લોક શર્મા નિર્દેશિત અને ગુનીત મોંગાના પ્રોડક્શન બેનર સિખ્યા એન્ટરટેનમેન્ટમાં બનેલી આ ફિલ્મમાં નવાઝુદ્દીનની સાથે શ્વેતા ત્રિપાઠી જોવા મળશે. ફિલ્મનું નિર્માણ અનુરાગ કશ્યપ, ફિરોઝ આલમીર, અચિન જૈન અને ગુનીત મોંગાએ સંયુક્ત રૂપથી કર્યું છે. આ 13 જાન્યુઆરીએ સિનેમાઘરોમાં પ્રદર્શિત થશે.

આ ફિલ્મ એક ટીચર અને એમની ટીનએજ સ્ટૂડેન્ટના સંબંધોની સ્ટોરી છે. ફિલ્મની શરૂઆતમાં નવાઝનો જોરદાર લુક જોવા મળી રહ્યો છે, જેવો એક શિક્ષકનો હોવો જોઇએ નવાઝ પોતાના આ પાત્રમાં મિક્સ થઇ ગયો છે, જુઓ એનું ટ્રેલર.

You might also like