Happy B’Day: સલમાનના ખાનના ઘરની બહાર ચાહકોની જામી ભારે ભીડ

બોલિવૂડનાે દબંગ અભિનેતા સલમાન ખાન આજે પોતાનો બાવનનો જન્મ દિવસ સેલિબ્રેટ કરી રહ્યો છે. સલમાનનો જન્મ ર૭ ડિસેમ્બર, ૧૯૬પના રોજ થયો હતો. સલીમ ખાન અને સલમા ખાનનો મોટો પુત્ર છે. ર૬ ડિસેમ્બરે એક બાજુ ઘણા મોટા સ્ટાર મુંબઇમાં આયોજિત વિરાટ કોહલી અને અનુષ્કા શર્માની પાર્ટીમાં જઇ રહ્યા હતા તો કેટલાક સ્ટાર સલમાનની બર્થડે સેલિબ્રેટ કરવા પહોંચ્યા હતા.

સલમાન પોતાનો જન્મદિવસ ઊજવવા માટે આખા ફેમિલી અને ખાસ મિત્રો સાથે મુંબઇથી લગભગ ૭પ કિ.મી. દૂર આવેલા પનવેલ ફાર્મ હાઉસમાં પહોંચ્યો. ત્યાં તેની સાથે પરિવાર ઉપરાંત કો-સ્ટાર સંગીતા બિજલાણી, ગર્લફ્રેન્ડ લૂલિયા વંતુર, કો-સ્ટાર કેટરીના કૈફ, મૌની રાય, ડેઝી શાહ, સોનાક્ષી સિંહા, સુનીલ શેટ્ટી, સાજિદ નડિયાદવાલા, અનિલ કપૂર અને બોબી દેઓલ જેવા સ્ટાર પહોંચ્યા. આ ઉપરાંત કોહલીની પાર્ટીમાંથી ફ્રી થઇને મહેન્દ્રસિંહ ધોની, પ્રફુલ્લ પટેલ અને બાબા આઝમી પણ પહોંચ્યા હતા.

દિલચસ્પ વાત તો એ છે કે સલમાનનો બર્થડેે ર૭ ડિસેમ્બરે આવે છે, પરંતુ કેક કાપતી તેની તસવીર ર૬ ડિસેમ્બરે જ આવી ગઇ હતી. સલમાનની આ તસવીર અભિનેતા અનિલ કપૂરે પોતાના ટ્વિટર એકાઉન્ટ પર શેર કરી, જેમાં તે સલમાનને કેક ખવડાવી રહ્યો હતો, જોકે થોડા સમય બાદ ખુલાસો થયો કે આ કેક સલમાનની બર્થડેની નહીં, પરંતુ ર૪ ડિસેમ્બરે અનિલ કપૂરની બર્થડેની કેક હતી, જેમાં સલમાન ખાન સામેલ થયો હતો.

સલમાન ખાન માટે આજનો દિવસ ડબલ સેલિબ્રેશનનો છે, કેમ કે તેની ફિલ્મ ‘ટાઇગર જિંદા હૈ’એ ૧પ૦ કરોડથી વધુ કમાણી કરી લીધી છે. સલમાન પોતાની ફિલ્મના સારા બોક્સ ઓફિસ કલેક્શનથી ખુશ છે અને તે પોતાની ફિલ્મની સફળતાનું શ્રેય કેટરીના કૈફને આપે છે. તેણે પોતાના જન્મદિવસ પર કહ્યું કે કેટરીનાએ મને મારા બર્થડેે પર ‘ટાઇગર જિંદા હૈ’ની સક્સેસ ગિફટ આપી છે. મોડી રાતે સલમાન ખાનના ગેલેક્સી બહાર તેના ફેન્સની ‌ભીડ તેને વિશ કરવા પહોંચી હતી. ગેલેક્સીની બહાર થયેલી ભીડની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી છે.

You might also like