HAPPY BIRTHDAY દીપિકા પાદુકોણ

મુંબઇઃ 5 જાન્યુઆરી 1986ના રોજ ડેનમાર્કમાં કોપનહેગનમાં જન્મનારી દીપિકા મહાન બેડમિંટન ખેલાડી પ્રકાશ પાદુકોણની મોટી પુત્રી છે. દીપિકાની નાની બહેનનું નામ અનિશા છે. 17 વર્ષની ઉંમરે પહેલી વખત દીપિકા રેમ્પ વોક કર્યું હતું અને ધીરે ધીરે તે એક હોટ મોડલ બની ગઇ. ઐશ્વર્યા નામની તેની પહેલી કન્નડ ફિલ્મ સુપર હિટ રહી હતી.

દીપિકાને એક્ટરમાં આમીર ખાન અને શાહરૂખ ખાન ખૂબ જ પસંદ છે. જ્યારે એક્ટ્રેસિસમાં રાની મુખર્જી, પ્રીટી ઝીંટા અને સુષ્મિતા સેન પસંદ છે. કિંગફિશર ફેશન એવોર્ડ 2005માં દીપિકાને વર્ષની સર્વ શ્રેષ્ઠ મોડલનો ખિતાબ આપવામાં આવ્યો હતો. જ્યારે વર્ષ 2006માં ઝી તરફથી ફિમેલ મોડલ ઓફ ધ યરનો ખીતાબ આપવામાં આવ્યો હતો.

દીપિકાનું નામ અને જાણીતી હસ્તીઓ સાથે જોડાયું છે. મોડલ નિહાર પંડ્યાથી લઇને યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની સાથે પણ તેનું નામ જોડાયું છે. રણવીર કપૂર સાથે પણ દીપિકાએ ડેટિંગ કરેલું છે. હાલ તે રણવિર સિંહ સાથે જોડાયેલી છે. દીપિકાએ તેની સ્કૂલ ટાઇમમાં જ ભરત નાટ્યમની તાલીમ લીધી હતી. ફિલ્મો જોવી, સંગીત સાંભળવું અને ખાવા અને સુઇ જવું તે તેના શોખ છે. બાળપણમાં બેડમિન્ટન ખેલાડી બનવાની ઇચ્છા ધરાવતી દીપિકાએ ગ્લેમરની દુનિયામાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. હાલ તે બોલિવુડની ટોપ અભિનેત્રી છે.

home

You might also like