Birthday Special: 76 વર્ષે પણ બિગ બી ધરાવે છે હેલ્ધી ફિટનેસ, જાણો શું છે રહસ્ય?

બોલીવુડનાં મહાનાયક અમિતાભ બચ્ચનનો આજે 76મો બર્થ-ડે છે. ત્યારે સીનિયર બચ્ચનનાં જન્મદિનને વધારે શાનદાર બનાવવા માટે સવારથી સોશિયલ મીડિયા પર શુભકામનાઓનો વરસાદ થઇ રહ્યો છે. બિગ બીનાં ફેન્સ માત્ર સોશિયલ મીડિયા સુધી જ સીમિત નથી.

દરેક વખતની જેમ અમિતાભ બચ્ચનનાં ઘરની બહાર હજારો ફેન્સ બિગ બીની એક માત્ર ઝલક મેળવવા માટે આતુર હોય છે. ત્યારે એવામાં આજે પણ બિગ બીનાં ઘરની બહાર સવારથી જ તેઓનાં અનેક ફેન્સની ભીડ જામી ગઇ હતી. ત્યારે અમિતાભ બચ્ચને પણ દરેકની શુભકામનાઓનો સ્વીકાર કરતા પોતે પોતાનાં ઘરની બહાર આવ્યાં અને હાથ જોડીને પ્રશંસકોને ધન્યવાદ પાઠવ્યાં.

76 વર્ષે પણ ફિટનેસ હેલ્ધી હોવાનું કારણઃ
મહત્વનું છે કે આટલાં 76 વર્ષે પણ તેઓની ફિટનેસ જોઇને તો અચ્છા-અચ્છા યંગ છોકરાઓ કે એક્ટરો પણ આશ્ચર્યચકિત થઇ જાય છે. ત્યારે તેઓનાં ફીટનેસનું રહસ્ય જાણીને આપ દંગ રહી જશો. અમિતાભ બચ્ચન 76 વર્ષની ઉંમરમાં પણ પોતાની એક્સરસાઇઝને લઇ વધારે ડિસિપ્લિનમાં રહે છે. કામનો બોજ અને વધતી ઉંમર પણ તેઓનાં રૂટિન કાર્યક્રમ પણ કોઇ જ અસર ઉભી નથી કરતું.

ચા-કૉફીનો ત્યાગઃ
ભલે બિગ બીનાં ફેન્સ સવાર પડતાની સાથે જ દિવસની શરૂઆત કરતા હોય પરંતુ તમને જણાવી દઇએ કે બિગ બી ક્યારેય ચાય નથી પીતા કે ન તો ક્યારેય કોફીનું સેવન કરતાં. કેમ કે ચા અને કોફીમાં કેફીનનું પ્રમાણ વધારે માત્રામાં હોય છે કે જે અમુક ઉંમર બાદ વધુ નુકસાનકારક હોય છે.

સંપૂર્ણપણે શાકાહારીઃ
અમિતાભ બચ્ચન સંપૂર્ણ રીતે શાકાહારી છે. થોડાંક વર્ષો પહેલાં એક ઇન્ટરવ્યૂમાં પણ તેઓએ જણાવ્યું હતું કે તેઓ પહેલા નોનવેજ ફૂડ ખાતા હતાં પરંતુ હવે તેઓએ માંસાહારનો સંપૂર્ણપણે ત્યાગ કરી દીધો છે.

લીંબુ-પાણી વધુ પસંદ કરે છેઃ
એક ઇન્ટરવ્યૂમાં બિગ બીએ કહ્યું હતું કે તેઓ ડ્રીન્ક પીવાનાં બહાને માત્ર લીંબુ-પાણી જ પીવે છે. પાણી પીવું સ્વાસ્થ્ય માટે અને લીંબુ પાણી એ પાચન પ્રક્રિયા માટે ખૂબ આવશ્યક છે.

મધઃ
મધનું પણ સેવન બિગ બી સૌથી વધારે માત્રામાં કરે છે. જેથી તેઓનું શરીર મધને કારણે પણ ખૂબ હેલ્ધી છે. કેમ કે મધ એ શરીર માટે ફાયદાકારક છે.

You might also like