આ કારણે સુર્યોદય પહેલાં અપાય છે ફાંસી

આપણા દેશમાં ગુનેગારોને ફાંસી આપવા માટે સૂર્યોદયથી પહેલાંનો સમય નક્કી કરવામાં આવ્યો છે. પરંતુ શું તમે જાણો છો કે આખરે કેમ ગુનેગારને સવાર થતા પહેલાં ફાંસી આપવામાં આવે છે. ફાંસીની સજા સાથે જોડાયેલી આ વાતો તમે ક્યારે પણ સાંભળી નહીં હોય.

કહેવાય છે કે સૂર્યોદય બાદથી એક નવો દિવસ શરૂ થાય છે. જેલમાં બધા જ સવાર થતાની સાથે જ નવા દિવસના કામકાજમાં લાગી જાય છે. તેથી જ ફાંસીની સજા સૂર્યોદય પહેલાં જ આપવામાં આવે છે. ફાંસી પહેલાં જેલના સત્તાધિશો ગુનેગારની અંતિમ ઇચ્છા પૂછે છે પરંતુ તમને કદાચ એ ખ્યાલ નહીં હોય કે કેદીની ઇચ્છા જેલ મેન્યુઅલ પ્રમાણે હોય તો જ પૂરી થાય છે. ફાંસી આપતા પહેલાં જલ્લાદ કહે છે કે મને માફ કરવામાં આવે. હિંદુ ભાઇઓને રામ રામ, મુસલમાન ભાઇઓને સલામ કહીં કહે છે કે હું શું કરી શકું છું હું તો ચીઠ્ઠીનો ચાકર છું.

ફાંસી આપ્યા પછી ગુનેગારને 10 મિનિટ સુધી લટકાવેલો રાખવામાં આવે છે. ત્યાર બાદ ડોક્ટરોની ટીમ તેને ચેક કરે છે કે તેનું મૃત્યુ થયું છે કે નહીં, મૃત્યુ થયું હોવાની ખાતરી થયા બાદ અપરાધીને નીચે ઉતારવામાં આવે છે. ફાંસીના સમયે જેલ અધિકારી, એક્ઝીક્યુટીવ મેજીસ્ટ્રેટ અને જલ્લાદ હાજર હોય છે. તેમાંથી કોઇ એક વ્યક્તિ પણ ન હોય તો ફાંસી આપવામાં આવતી નથી.

home

You might also like