ખેતાભાઈની લાશ પરિવારજનોએ ના સ્વીકારીઃ ભરવાડ સમાજનાં ધરણા

0 0

અમદાવાદ: હળવદ ખાતે રાજપૂત અને ભરવાડ સમાજ વચ્ચે થયેલી જૂથ અથડામણમાં ઘાયલ થયેલા ખેતાભાઇ ભરવાડનું અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં મૃતકના પરિવારજનો અને માલધારી સમાજના લોકો આજે સવારે જ્યાં સુધી ન્યાય નહીં મળે લાશ ન સ્વીકારવાનું જણાવીને ધરણા પર બેસી ગયા છે. ઉપરાંત માલધારી સમાજના કેટલાક લોકો ગાંધીઆશ્રમ ખાતે પણ ધરણા પર બેઠા છે.

પરિવારજનો અને સમાજની એક જ માગ છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે અને તેમને ન્યાય આપવામાં આવે. કોઇ અનિચ્છનીય બનાવ ના બને તે માટે સિવિલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવાઇ છે. બીજી તરફ ખેતાભાઇનું મોત થતાં ગઇ કાલે ભરવાડ સમાજ દ્વારા ધ્રાંગધ્રા બંધનું એલાન આપવામાં આવ્યું હતું. આજે વહેલી સવારથી ધ્રાંગધ્રા શહેરનાં બજાર, શાળા, કોલેજો સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યાં હતાં. આજે માલધારી સમાજના આગેવાનો કલેકટરને આવેદન પત્ર આપીને ગાંધી આશ્રમ ખાતે ઉપવાસ પર બેસવાના છે. હળવદ ખાતે થયેલી જૂથ અથડામણમાં ગંભીર રીતે ધવાયેલા ખેતાભાઇ ભરવાડનું ગઇ કાલે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

કોઇ અનિચ્છનીય બનાવ બને નહીં તે માટે સિવિલ હોસ્પિટલને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવી હતી. ખેતાભાઇનાં મોતને પગલે પ૦૦ કરતાં પણ વધુ ભરવાડ સમાજના લોકો સિવિલ હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પોતાનો આક્રોશ વ્યકત કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ખેતાભાઇનાં મોત બાદ ધ્રાંગધ્રા બંધનું એલાન આપ્યું હતું. જેને પગલે ધ્રાંગધ્રામાં આજે વહેલી સવારથી જડબેસલાક પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યાર માલધારી સમાજના લોકોએ ખેતાભાઇના મોત મામલે ન્યાય ના મળે માટે કલેકટરને આવેદન પત્ર આપીને ગાંધી આશ્રમ પર ઉપવાસ પર બેઠા છે.

મૃતક ખેતાભાઇના ભાઇ વાલાભાઇ ભરવાડે જણાવ્યું છે કે જ્યાં સુધી અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેતાભાઇના મૃતદેહને સ્વીકારવામાં આવશે નહીં. જૂથ અથડામણને પોલીસ કર્મચારીઓ જાણી જોઇને આંખ આડા કાન કર્યા છે. હુમલાખોરો પાસે ગુપ્તી, તલવારો અને અન્ય હથિયારો ક્યાંથી આવ્યાં તે મામલે પોલીસ ચૂપ છે માટે કેસની તપાસ સીબીઆઇને સોંપાય તેવી માગ કરવામાં આવી છે.

જ્યાં સુધી અમારી માગણી નહીં સંતોષાય અને અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી ખેતાભાઇની લાશને સ્વીકારવામાં આવશે નહીં.
http://sambhaavnews.com/

loading...

Leave A Reply

Your email address will not be published.