Film Review: ‘હાફ ગર્લફ્રેન્ડ’

હાફ ગર્લફ્રેન્ડ રોમે‌િન્ટક કોમેડી ફિલ્મ છે, જેનું નિર્દેશન મોહિત સૂરીઅે કર્યું છે. અા ફિલ્મ ચેતન ભગતની નોવેલ ‘હાફ ગર્લફ્રેન્ડ’ પર અાધારિત છે. ફિલ્મમાં માધવ ઝા (અર્જુન કપૂર) અને રિયા સોમાણી (શ્રદ્ધા કપૂર)ની રોમેન્ટિક સ્ટોરી દર્શાવાઈ છે. અા બંને એકબીજાની સાથે રહેવા તો ઇચ્છે છે, પરંતુ લગ્નના બંધનમાં બંધાવવા ઇચ્છતાં નથી. ફિલ્મમાં િવક્રાંત મેસ્સી, રિયા ચક્રવર્તી અને સીમા વિશ્વાસ પણ છે.

અા ફિલ્મમાં એક ફ્રેન્ડ્સ અને ગર્લફ્રેન્ડ કે બોયફ્રેન્ડ વચ્ચેના રિલેશનને દર્શાવવામાં અાવ્યા છે. અા ફિલ્મમાં અર્જુન કપૂર અને શ્રદ્ધા કપૂર વચ્ચે ગજબની કે‌િમસ્ટ્રી દર્શાવવામાં અાવી છે. શ્રદ્ધાઅે અગાઉ ‘અાશિકી-૨’માં પણ મોહિત સૂરી સાથે કામ કર્યું હતું. ‘એક વિઝન’ ફિલ્મનું ડિરેક્શન પણ મોહિત સૂરીઅે કર્યું હતું. શ્રદ્ધા મોહિત સૂરીનાં વખાણ કરતાં કહે છે કે મને અાજે જે પણ અોળખ મળી છે તેનું કારણ હું મોહિત સૂરીને માનું છું. તેમણે ‘અાશિકી-૨’ ફિલ્મમાં મારું પાત્ર ખૂબ જ સુંદર રીતે ડિરેક્ટ કર્યું હતું. તેમનામાં ઇમોશન બહાર કઢાવવાની અદ્ભુત ક્ષમતા છે. શ્રદ્ધા કપૂરની છેલ્લી બે ફિલ્મો ‘રોક ઓન-૨’ અને ‘અોકે જાનૂ’ સરેરાશ રહી. તેથી અા ફિલ્મથી તેને ઘણી અાશાઅો છે તો બીજી તરફ અર્જુન કપૂર માટે પણ અા ફિલ્મ ખાસ છે, કેમ કે અર્જુન પણ એક સફળ ફિલ્મ માટે તરસી રહ્યો છે. •
http://sambhaavnews.com/

You might also like