OMG! ફ્રેન્ચ ફ્રાઇસથી વાળ ખરવાની સમસ્યમાં થઇ શકે છે ઘટાડો

જાપાનની યોકોહામા નેશનલ યુનિવર્સિટીના રિસર્ચરનું કહેવું છે કે મેક ડોનાલ્ડસની ફ્રેન્ચ ફ્રાઇસ ખાવાથી એ તમારા વાળ ખરવાની સમસ્યા ઘટાડી શકે છે. યુવાનોમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ વધુ છે. એવા સમયે જાપાનીસ સાયન્ટિસ્ટનું કહેવું છે કે આ ફ્રેન્ચ ફ્રાઇસમાં જે કેમિકલ કોમ્બિનેશન પેદા થાય છે એનાથી વાળ ખરતા અટકે છે એટલું જ નહીં, વાળનો રીગ્રોથ થવામાં મદદરૂપ બને છે.

આ કેમિકલ છે ડીમિથાઇલ પોલિસિલોકસિન. ખાસ કરીને મેક ડોનાલ્ડસની ફ્રેન્ચ ફ્રાઇસમાં આ કેમિકલ ખૂબ મોટી માત્રમાં વપરાય છે. આ વાળ ઉગાડવાના કામમાં પણ ઉપયોગી છે. ફ્રાઇસ ક્રિસ્પી બને એ માટે આ કેમિકલ વપરાય છે.

You might also like