Cyber Attack : રશિયાની સેન્ટ્રલ બેંકમાથી હેકર્સે ચોર્યા 2 અબજ રૂપિયા

મોસ્કો : રશિયાની સેન્ટ્રલ બેંકની સુરક્ષામા છીંડુ પાડીને હૈકર્સે લગભગ 2 અબજ 11 લાખ રૂપિયાની ઉઠાંતરી કરી છે. શુક્રવારે સેન્ટ્રલ બેંકનાં અધિકારીઓએ આ મોટી ચોરીનો ખુલાસો કર્યો હતો. રશિયન બેંકના અધિકારીઓએ જણાવ્યું કે હૈકર્સ બેંકમાંથી લગભગ 5 અબજ રૂબલ લૂટવા માંગતા હતા. જો કે તેઓ પોતાના મનસુબા પાર પાડવામાં સફળ નહોતા થયા.

બેંક અધિકારી અર્ટિયોમ સિક્યોવે કહ્યું કે, હેકર્સે એક ક્લાઇન્ટનાં એખાઉન્ટની અંગ જાણકારી પ્રાપ્ત કરીને આ ચોરી પાર પાડી હતી. રશિયન સેન્ટ્રલ બેંકે કહ્યું કે હેકર્સે 31 મિલિયન ડોલરની ચોરી કરી હતી, તે પૈકી અત્યાર સુધીમાં અમે 26 મિલિયન ડોલર પાછા મેળવવામાં સફળ રહ્યા છીએ. આ રકમ હેકર્સે બીજા ખાતાઓમાં ટ્રાન્સફર કરી હતી જે જપ્ત કરી લેવામાં આવી છે.

અત્યાર સુધી સ્પષ્ઠ નથી થઇ શક્યું કે આ હાઇપ્રોફાઇલ હેકિંગ અને ચોરી પાછળ કોનો હાથ છે. બેકં હાલ આ મુદ્દે તપાસ ચલાવી રહી છે. બેંકના પ્રવક્તા અનુસાર ચોરી ક્યારે થઇ તેનો યોગ્ય સમય હજી સુધી જાણી શકાયો નથી. પરંતુ કહી શકાય કે શુક્રવારે થઇ હોઇ શકે છે. આ દુનિયામાં અત્યાર સુધીનાં સૌથી મોટા સાઇબર હૂમલામાંથી એક માનવામાં આવી રહ્યું છે.

You might also like