Categories: World

ફ્રાન્સમાં એવીગનન મસ્જિદની બહાર ફાયરિંગઃ આઠ ઘાયલ

પે‌રીસઃ દ‌િક્ષણ ફ્રાન્સના શહેર એવીગનનમાં અેક મસ્જિદની બહાર બે બંદૂકધારી હુમલાખોરોએ ફાયરિંગ કરતાં આઠ લોકો ઘાયલ થયા હતા. પોલીસે આ ઘટનાને આતંકી હુમલો હોવાના અહેવાલને રદિયો આપ્યો છે અને આ અંગત અદાવતનો મામલો હોવાનું જણાવ્યું છે.

ફાયરિંગની ઘટના બાદ ઘાયલ થયેલા આઠ લોકો પૈકી બેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે મસ્જિદમાંથી બહાર નીકળી રહેલા લોકો હુમલાખોરોના નિશાનમાં ન હતા. લા-પ્રોવેન્સ અખબારના અહેવાલ અનુસાર પોલીસ આ ઘટનાને આતંકવાદ સાથે સાંકળી રહી નથી.

સાૈપ્રથમ આ અખબારે ન્યાયીક સ્રોતને ટાંકીને આ ઘટનાના સમાચાર આપ્યા હતા. આ અખબારે જણાવ્યું હતું કે યુવાનો વચ્ચે થયેલા એક વિવાદને કારણે ફાયરિંગ થયું હોવાની શકયતા છે. અખબારે આ ઘટનાના સાક્ષીઓને ટાંકીને જણાવ્યું હતું કે મહોરાધારી બે હુમલાખોરોએ સ્થાનિક સમય મુજબ રાત્રે ૧૦-૩૦ કલાકે ફાયરિંગ કર્યું હતું. લોકો મસ્જિદની બહાર આવે તે પહેલાં આ બંને હુમલાખોરો નાસી ગયા હતા. લા-પ્રાવેન્સ અખબારે જણાવ્યું હતું કે ચાર લોકો મસ્જિદની બહાર ઘાયલ થયા હતા. જ્યારે મસ્જિદની સામે એક વ્યકિત ભીડમાં કાર ચલાવવાની કોશિશ કરી રહી હતી ત્યારે અા ઘટના બની હતી. પાછળથી તેની ધરપકડ કરી લેવામાં આવી હતી.

http://sambhaavnews.com/

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

6 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

6 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

6 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

7 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

7 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

8 hours ago