USમાં ધોરાજીનાં નવપરણિત યુવાનની ગોળી મારી હત્યા

ધોરાજી : ધોરાજી તાલુકાનાં મોટી મારડ ગામનાં રહેવાસી પ્રતિક કાળીદાસ જાગાણી નામનાં યુવાનની અમેરિકામાં ગોલી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. અમેરિકામાં ગુજરાતીઓની હત્યાનો સિલસિલો યથાવત્ત છે. વધારે એક ગુજરાતની હત્યાનાં પગલે ગુજરાતીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અત્રે નોંધનીય છે કે પ્રતિકનાં લગ્ન થયે હજી 3 જ મહિના થયા હતા.

બર્લિનમાં રહેતા પ્રતિક જાગાણીનાં હત્યારાને પકડવા માટે પોલીસ હરકતમાં આવી ગઇ છે. મુળ ધોરાજીનાં વતની પ્રતિકનાં સગાસંબંધીઓમાં ગમગીની છવાઇ ગઇ છે. પ્રતિક છેલ્લા 7 વર્ષથી અમેરિકાનાં બર્લિનમાં રહેતો હતો. તેની સાથે જ તેનાં માતા પિતા પણ રહેતા હતા. તે માતા પિતાનું એક માત્ર સંતાન હતો. તેનાં 3 મહિના પહેલા જ 21 એપ્રીલે નડિયાની પ્રિયા નામની યુવતી સાથે લગ્ન થયા હતા.

You might also like