Winters do not even hold in November - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

નવેમ્બરમાં પણ શિયાળો જામતો નથીઃ ૨૦૧૨માં ૧૧.૩ ડિગ્રી ઠંડી નોંધાઈ હતી

winter

અમદાવાદ: અમદાવાદ સહિત રાજ્યભરમાં આમ તો છેલ્લા કેટલાંય વર્ષથી ઠંડીની પેટર્ન બદલાઈ છે. અગાઉનાં વર્ષોમાં ઓક્ટોબરમાં આવતા નવરાત્રિ ઉત્સવ દરમિયાન ઠંડીનો હળવો ચમકારો વર્તાતો હતો. જે હવે ગ્લોબલ વોર્મિંગના કારણે ગાયબ થયો છે.

અમદાવાદમાં નવેમ્બર મહિનામાં પણ ઠંડીનો પ્રકોપ જણાતો નથી. છેલ્લાં ૧૦ વર્ષમાં નવેમ્બર મહિનામાં પડેલી ઠંડીનો રેકોર્ડ તપાસતાં ગત તા. ૨૯ નવેમ્બર ૨૦૧૨ શહેરમાં ૧૧.૩ ડિગ્રી સેલ્સિયસ ઠંડી નોંધાઈ હતી. આ રેકોર્ડ હજુ સુધી અકબંધ છે.

અમદાવાદમાં છેલ્લા બે ત્રણ િદવસથી વહેલી સવારે ઠંડા પવન ફુંકાઈ રહ્યા છે. સમી સાંજે પણ હવામાનમાં ઠંડક વર્તાઈ છે. જોકે હજુ સુધી શિયાળાનો માહોલ જામ્યાે નથી. અલબત્ત શહેરમાં ધીમા પગલે આગમન થઈ ચૂક્યું છે. આજે શહેરમાં ૧૮.૧ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું કે જે સામાન્ય તાપમાન જેટલું હતું. જોકે શહેરમાં તેજ ઠંડાગાર પવન ફુંકાતા લોકોને શિયાળાના સવારની ઠંડી અનુભવાઈ હતી.

રાજ્યના અન્ય પ્રમુખ શહેરોનું લઘુતમ તાપમાન તપાસતાં વડોદરામાં ૧૭.૪, સુરતમાં ૨૦.૬, રાજકોટમાં ૨૦.૧, ભૂજમાં ૧૯.૭, ગાંધીનગર ૧૭.૦, ડીસામાં ૧૯.૨, વલસાડમાં ૧૬.૧ અને નલિયામાં સૌથી ઓછું ૧૬.૦ ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન સ્થાનિક હવામાન વિભાગની કચેરીનાં સૂત્રો કહે છે કે રાજ્યમાં ૧૫ નવેમ્બરથી ઠંડીની તીવ્રતામાં વધારો થશે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...