News for students in JEE exam - Sambhaav News
Wed, Dec 13, 2017
mobile apps
Sambhaav Audio News

આગામી JEE પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે છે રાહતના સમાચાર, રાખી શકશે આ વસ્તુઓ...

jee-exam-01

અમદાવાદ: ડાયાબિટીસ જેવી બીમારીથી પીડાતા વિદ્યાર્થીઓને આગામી જેઇઇની પરીક્ષામાં રાહત મળશે. આ વિદ્યાર્થીઓ તેમની સાથે પરીક્ષામાં ફ્રૂટ તેમજ ચોકલેટ સાથે રાખી શકશે. સીબીએસઇની બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને ગત વર્ષ પહેલી વાર આવી છુૂટ આપવામાં આવી હતી તેના પગલે આ વર્ષે જેઇઇની પરીક્ષામાં પણ પહેલી વાર વિદ્યાર્થીઓને આ પ્રકારની સંમતિ આપવામાં આવી છે. ૮ એપ્રિલ ર૦૧૮ના રોજ જેઇઇની પરીક્ષા આયોજિત કરાઇ છે. ડાયાબિટીસમાં લાંબો સમય ભૂખ્યા રહેવાથી સુગર ઘટી જવાનો ખતરો ઉભો થાય છે. દેશભરની એન્જિનિયરીંગ કોલેજમાં પ્રવેશ મેળવવા માટે જેઇઇ (જોઇન્ટ એન્ટ્રન્સ ટેસ્ટ) ફરજિયાત છે.

આજથી પરીક્ષા માટેનું ઓનલાઇન રજિસ્ટ્રેશન શરૂ થઇ ચૂક્યું છે. દેશભરમાંથી લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપે છે. જેના કારણે સીબીએસઇ બોર્ડે આ અંગેની માહિતી ધરાવતું બુલેટીન જાહેર કરી દીધુ છે. જેમાં જણાવાયું છે કે ડાયાબિટીસથી પીડાતા વિદ્યાર્થીઓ પરીક્ષાખંડમાં તેમની સાથે ફ્રૂટ અને ફૂડ રાખી શકશે જોકે વિદ્યાર્થીઓને તેમની સાથે સેન્ડ‌િવચ રાખવાની મંજૂરી અપાઇ નથી. ટાઇપ-૧ ડાયાબિટીસના કેસમાં લાંબો સમય ભૂખ્યા રહેવાથી બાળકો હાઇપોગ્લેસેમિયાનો શિકાર બને છે. તેમને થાક લાગવાની સમસ્યા સર્જાઇ શકે છે. બોર્ડને ઘણા લાંબા સમયથી આ માટેની રજૂઆતો મળતી હતી.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...