Kinjal Dave faced molestation in programme at savali - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

Video: 'ચાર ચાર બંગડીવાળી..' ફેમ કિંજલ દવેની યુવકે કરી છેડતી, કિંજલે લીધો મારવા

kinjal-Dave

ગુજરાતમાં લોકગાયિકા કિંજલ દવે ખૂબ પ્રખ્યાત છે. ગુજરાતમાં તેના ગીતો એટલા બધા લોકપ્રિય થયા છે કે, બધાના મોંઢે તેનું નામ આવે છે. કિંજલ દવે ગુજરાતથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રોગ્રામ કરવા જતી હોય છે. એવામાં સાવલી ગામે તેની સાથે એક દુર્ઘટના થવાના સમાચાર મળ્યા છે.

‘ચાર ચાર બંગડીવાળી ગાડી..’ ફેમ કિંજલ દવેને વડોદરા નજીક આવેલ સાવલી ખાતેના સત્કાર સમારંભમાં આમંત્રણ આપવામાં આવ્યું હતું. જ્યાં એક યુવક દ્વારા તેની છેડતી કરવામાં આવી હતી. આ છેડતીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ સત્કાર સમારંભમાં ગાયિકા કિંજલ દવેને ડાયરા માટે આમંત્રણ અપાયું હતું. જ્યાં ડાયરામાં ભીડ ઉમટી પડી હતી. તે દરમ્યાન કિંજલ દવે સ્ટેજ પર આવતાં જ ભીડનો લાભ લઈને એક યુવકે કિંજલ દવેની છેડતી કરી હતી.

આ ઘટનાથી કિંજલ દવે ગુસ્સે ભરાઈ હતી. કિંજલ દવે અને તે યુવક વચ્ચે ખાસી તૂ તૂ મેં મેં… પણ થઈ હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. સાવલી ખાતે આ ડાયરાનું આયોજન ભાજપના ધારાસભ્ય કેતન ઈમાનદાર દ્વારા કરવામાં આવ્યું હતું.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...