Gujarat Elections 2017: Polling on 9 and 14 December, results on 18 December - Sambhaav News
Wed, Nov 22, 2017
mobile apps
Sambhaav Audio News

શું 9 ડિસેમ્બરે આગામી ચૂંટણી થશે મુલતવી?

chuntani

ગુજરાતઃ ભાજપ અને કોંગ્રેસ સહિત અનેક રાજકીય પાર્ટીઓ ગુજરાતમાં થઇ રહેલી વિધાનસભા ચૂંટણીની તારીખો આગળ વધારવાની માગ કરી રહ્યાં છે. પાર્ટીનું કહેવું છે કે રાજ્યમાં 14 ડિસેમ્બર બાદ ચૂંટણી કરાવવામાં આવે. લગ્નની સિઝનને ધ્યાનમાં રાખતા રાજકીય પાર્ટીઓ દ્વારા આ માગ કરવામાં આવી છે.

પંડિતોનું માનવામાં આવે તો ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી દરમિયાન લગભગ 25 હજાર જેટલાં લગ્ન થવાના છે. મોટાભાગનાં લગ્ન નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં થવાના છે. આ કારણોસર વિધાનસભા ચૂંટણીમાં મતદાન ઓછું થવાની શક્યતા છે. મોટાભાગનાં લગ્ન 23 નવેમ્બરથી 12 ડિસેમ્બરની વચ્ચે થવાના છે.

ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી ગુજરાતમાં 9 અને 14 ડિસેમ્બરે યોજાવાની છે. જેમાં પ્રથમ ચરણમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે અને 14મી ડિસેમ્બરનાં રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે. જેની મતગણતરી 18મી ડિસેમ્બરનાં રોજ યોજાવાની છે.

કહેવાય છે કે ચૂંટણી દરમિયાન ગુજરાતમાં 25 હજાર લગ્ન થવાનાં છે. ચૂંટણી પર પણ લગ્નની સિઝનની અસર થઇ શકે છે. 23 નવેમ્બરથી 12 ડિસેમ્બર વચ્ચે સૌથી વધુ લગ્ન થશે. જેને લઇ ભાજપ-કોંગ્રેસે ચૂંટણીની તારીખ વધુ આગળ વધારવાની માગ કરી છે. 14 ડિસેમ્બર બાદ ચૂંટણી યોજવામાં આવે તેવી દરેક પાર્ટીઓ દ્વારા માગ કરવામાં આવી રહી છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...