gujarat acb car liquor - Sambhaav News
Thu, Jul 27, 2017
mobile apps
Sambhaav Audio News

સર્વેયરની કારમાંથી રૂ. પ૦ હજાર, દારૂની બોટલ, બિયરનાં ટીન મળ્યાં

banzara-party-plot-1

અમદાવાદ: ગુજરાત એસીબીના ઇતિહાસમાં પ્રથમ વખત એસીબી દ્વારા ૧૧ જેટલા ભ્રષ્ટ અધિકારીઓ સામે એક સાથે અપ્રમાણસર મિલકત બદલ કેસ નોંધવા અને કરોડોની બેનામી સંપત્તિ શોધી કાઢી છે. એસીબીની તપાસમાં પંચમહાલ નગર નિયોજકની કચેરીના સર્વેયર હરીશ વણજારાની કારમાંથી રૂ.પ૦,૦૦૦ રોકડા મળી આવ્યા હતા. એક દારૂની બોટલ અને ૪ બિયરનાં ટીન પણ મળતાં તેઓની સામે પ્રોહિબિશનનો ગુનો પણ દાખલ કરાયો છે.

એસીબીના સૂત્રોના જણાવ્યાનુસાર અનેક સરકારી અધિકારીઓની વૈભવી અને હાઇફાઇ જીવનશૈલી અને આવક કરતાં વધુ મિલકત હોવાની મળેલ માહિતીના આધારે એસીબીની ૧પ જેટલી ટીમે અલગ અલગ અધિકારીઓઓની તપાસ કરી અપ્રમાણસર મિલકત બદલ ગુનો નોંધી ગઇકાલે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સર્ચ ઓપરેશન દરમ્યાન ખુદ એસીબી અધિકારીઓના બંગલા, ફાર્મહાઉસ, ગ્રીનહાઉસ અને તેઓની જીવનશૈલી જોઇ અચંબામાં પડી ગયા હતા.

પંચમહાલના સર્વેયર હરીશ વણજારાના પ૦,૦૦૦ રોવર કારમાં એક પાર્ટી પ્લોટ છે. જેમાં ર૩ એસી લગાવેલા છે અને પ૦૦ માણસો બેસે તેવી વ્યવસ્થા પણ છે. કાકનપુર ગામ ખાતે પણ તેઓનું ગ્રીનહાઉસ છે જેમાં મોટાપાયે વાવેતર કરાયું છે. નિમેષ મજમુદારનો અમદાવાદના થલતેજ ખાતે ફલેટ ઉપરાંત મહેમદાવાદ રોડ પર બે ફલેટ, એક ફલેટ આણંદમાં, ૮ ગાડીઓ અને સેન્ટ્રલ બેંકના ખાતામાં રૂ.૧૧.૪પ લાખની એફડી મળી આવી છે.

loading...
loading...

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

loading...
loading...