VIDEO: અમદાવાદમાં શાળા બંધનાં એલાન મામલે વાલીમંડળમાં ભંગાણ

અમદાવાદઃ શાળા સંચાલકોની મનમાનીને લઇ અમદાવાદ વસ્ત્રાલમાં માધવ સ્કુલ ખાતે ઘણાં વાલીઓ એકઠા થયાં હતાં. વાલીઓની શાળા સંચાલકો સાથે બેઠક યોજાઇ હતી. ફી વધારાને લઇ વાલીઓ દ્વારા શાળા સંચાલકોને રજૂઆત કરવામાં આવી હતી.

જો સંચાલકો વાલીઓની વાત નહીં માને તો બંધનાં એલાનમાં વાલીઓ સમર્થન આપશે. તો બીજી તરફ ઓલ ગુજરાત વાલીમંડળ દ્વારા 12 જાન્યુઆરીનાં રોજ બંધનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ત્યારે હવે વાલી મંડળમાં આ મામલે ભંગાણ જોવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે DPS શાળાનાં વાલીઓ દ્વારા શાળા બંધને ટેકો ન આપવાની જાહેરાત કરવામાં આવી છે. આ ઉપરાંત ઓલ ગુજરાત વાલીમંડળ વાલીઓને ગેરમાર્ગે દોરતા હોવાનાં આક્ષેપો કરવામાં આવ્યાં હતાં.

You might also like