VIDEO: રાજ્યમાં 780 કરોડનાં ખર્ચે બનશે ટનાટન રસ્તાઓ અને બ્રિજ

ગુજરાતઃ નવ નિયુક્ત રાજ્ય સરકારે રાજ્યમાં નવા માર્ગ બનાવવા માટે મંજૂરી આપી દીધી છે. આ મંજૂરી બાદ હવે રાજ્યમાં 37 નવા માર્ગોનું નિર્માણ થશે. તો કેટલાંક બ્રિજ પણ હવે આકાર લેશે. એટલે કે રોડ-રસ્તાઓની સાથે સાથે હવે નવા બ્રિજનું પણ નિર્માણ કરવામાં આવશે.

રૂ.780 કરોડનાં ખર્ચે આકાર પામનારા નવાં માર્ગોથી રાજ્યમાં પરિવહન ક્ષેત્રે હવે નવી ક્રાંતિ સર્જાશે. ઉલ્લેખનીય છે કે, રાજય સરકારે આ નવા માર્ગો 2017-18નાં CRF હેઠળ મંજૂર કર્યા છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં નવી સરકારની રચના થઇ ગઇ છે. ત્યારે હવે નવી સરકારની જવાબદારીમાં વધારો થયો છે.

જેથી નવ નિયુક્ત સરકારે રાજ્યમાં જૂના રોડ રસ્તાઓનાં સમારકામ તેમજ જ્યાં-જ્યાં નવા રોડ રસ્તાઓ ના હોય તેવી જગ્યાએ નવા રોડ રસ્તાઓનું નિર્માણ કરવા તેમજ બ્રિજ બનાવવા માટેની મંજૂરી આપી દીધી છે. જેથી હવે રાજ્યમાં નવા રોડ રસ્તાઓને લઇ અને નવા બ્રિજોનું નિર્માણ થશે ત્યારે રાજ્યમાં જરૂરથી ચાર ચાંદ લાગી જશે.

રાજ્યમાં 37 માર્ગ બનાવવા સરકારની મંજૂરી
780 કરોડનાં ખર્ચે નિર્માણ પામશે બ્રિજ અને રસ્તાઓ
2017-18નાં CRF હેઠળ મંજૂર કરાયા માર્ગ અને બ્રિજ

You might also like