Categories: Gujarat

ચારણનાં બે જૂથો વચ્ચે શસ્ત્ર ધિંગાણુંઃ ૧૪ને ગંભીર ઈજા

અમદાવાદ: રાજકોટના વિદ્યાનગર રોડ પર વિરાણી ચોક નજીક ચારણનાં બે જૂથો વચ્ચે શસ્ત્ર બે ધિંગાણું થતાં નાસભાગ મચતા ભયની લાગણી પ્રસરી હતી. અા ધિંગાણાંમાં ૧૪ વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી બેની સ્થિતિ નાજુક હોવાનું જાણવા મળે છે.

અા અંગેની વિગત એવી છે કે રાજકોટના વિદ્યાનગર નજીક રહેતો એક પરિણીત ચારણ યુવાન લક્ષ્મીનગર રહેતી એક પરિણીતાને ભગાડી ગયો હતો જેના કારણે બે પરિવારો વચ્ચે છેલ્લા કેટલાક વખતથી મનદુખ ચાલતું હતું. અા પછી બંને પરિવારના સભ્યો ઉપરોક્ત મામલે વાતચીત કરવા માટે ગઈકાલે સાંજે વિદ્યાનગર રોડ પર અાવેલ ચાની કેટલી પાસે ભેગા થયા હતા.

વાતચીત દરમિયાન બંને જૂથ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા મામલો બિચક્યો હતો અને જોતજોતામાં જ લોકો તલવારો, ધારિયાં, લાકડીઓ અને પાઈપો સાથે એકબીજા પર તૂટી પડતાં દોડધામ મચી ગઈ હતી. અા ધિંગાણાંમાં ૧૪ જણાને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલીક પહોંચી જઈ ટોળાને વિખેરી નાખી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો અને રાયોટિંગનો ગુનો દાખલ કરી ૧૪ જણાની ધરપકડ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

divyesh

Recent Posts

ચીકૂ બરફી… આ રીતે બનાવો ઘરે.. બાળકોને પડશે પસંદ

કેટલા લોકો માટે - 5 સામગ્રી : ચીકૂ-5 થી 6, ઘી-2 ટેબલ સ્પૂન, દૂધ- 2 કપ, ખાંડ-4થી 5 ટી સ્પૂન,…

3 mins ago

TVS Star City+ હવે નવા લૂકમાં, જાણો શું છે કિંમત..

આગામી તહેવારને ધ્યાનમાં લઇને TVS કંપની પોતાના પોપ્યૂલર 110cc કમ્પ્યૂટર બાઇક TVS Star City+ ના નવા ડૂઅલ-ટોન વેરિએન્ટને લોન્ચ કરી…

16 mins ago

ભોપાલમાં ભાજપ કાર્યકર્તાઓનો ‘મહાકુંભ’, PM મોદી-અમિત શાહ એક મંચ પર મળશે જોવા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહી ભાજપના લાખો કાર્યકર્તાઓને સંબોધિત કરી મધ્યપ્રદેશમાં ચૂંટણી અભિયાનનો પ્રારંભ કરશે. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ…

58 mins ago

ટ્રમ્પે સુષ્માને કહ્યું, I Love India, મારા મિત્ર PM મોદીને મારી સલામ કહેજો…

વિદેશ પ્રધાન સુષમા સ્વરાજ અને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોમવારે સંયુક્ત રાષ્ટ્રના એક ઉચ્ચ સ્તરીય કાર્યક્રમ દરમિયા એકબીજાને ખબર અંતર…

60 mins ago

સુરતઃ ગણેશ વિસર્જન દરમ્યાન ચાલુ બોટે મૂર્તિએ ખાધી પલ્ટી, બોટસવારો કુદ્યાં નદીમાં

સુરતઃ શહેરમાં ગણેશ વિસર્જન દરમ્યાન બોટમાં રાખેલી ગણપતિની એક વિશાળ મૂર્તિ અચાનક ઢળી પડી હતી. મગદલ્લા ઓવારા પર વિસર્જન દરમ્યાન…

10 hours ago

IT રિટર્ન ભરવાની તારીખમાં કરાયો વધારો, 15 ઓક્ટોમ્બર સુધી ભરી શકાશે

સરકારે સોમવારનાં રોજ નાણાંકીય વર્ષ 2017-18ને માટે આયકર રિટર્ન અને ઓડિટ રિપોર્ટ દાખલ કરવાની તારીખ 15 દિવસ વધારીને 15 ઓક્ટોમ્બર…

10 hours ago