Categories: Gujarat

ઠાકોર સેનાના વ્યસનમુક્તિ આંદોલનનું સુખદ સમાધાન

રાજ્યમાં છેલ્લાં દોઢ વર્ષથી શરૂ થયેલા ઠાકોર સેનાના વ્યસનમુક્તિ આંદોલનનું સુખદ સમાધાન થયું. આ સમાધાન પાછળ રાજ્ય સરકાર અને ઠાકોર સેનાના નેતા અલ્પેશ ઠાકોરની પરિપક્વતા વધારે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. અલ્પેશ ઠાકોર દ્વારા ગાંધીનગરમાં ગઈ ૬ તારીખે યોજાયેલા એક દિવસના પ્રતીક ઉપવાસમાં રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં ઠાકોર સમાજ ઉમટી
પડ્યો હતો અને દરેક યુવા કાર્યકર પોતાના નેતા અલ્પેશ ઠાકોરનો પડ્યો બોલ ઝીલવા તૈયાર હતો. અલ્પેશ ઠાકોર દ્વારા સરકાર સામે મૂકવામાં આવેલી દસ માગણીઓમાં રાજ્ય સરકારે હકારાત્મક પ્રતિસાદ આપતાં જ સમાધાન માટે બંને પક્ષો તૈયાર થઇ ગયા હતા.

ઠાકોર સેનાની મુખ્ય માગણી રાજ્યમાં દારૂબંધીના કડક અમલ માટે કાયદામાં સુધારો કરવો અને ગુજરાતમાં આવતાં ઉદ્યોગગૃહોમાં સ્થાનિક બેરોજગારોને રોજગારી પૂરી પાડવાનો છે. સામાન્ય રીતે આ બંને મુદ્દા માત્ર ઠાકોર સમાજ માટે જ નહીં પણ કોઇ પણ સભ્યસમાજ માટે જરૂરી છે. આથી અલ્પેશ ઠાકોરને મોટાભાગના સમાજનું સમર્થન પણ મળ્યું. અહીં અલ્પેશ ઠાકોરે પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલ કરતાં અલગ અને વધારે પરિપક્વતા દાખવી હોવાની ચર્ચા શરૂ થઇ છે, કારણ કે હાર્દિક
પટેલની અમદવાદની ગયા વર્ષે યોજાયેલી સભામાં સમાધાન માટે અને પાટીદારોને અનામત આપવાની જાહેરાત સભાસ્થળે આવીને મુખ્યમંત્રી પોતે કરે તેવી માગણી કરતાં મામલો બિચક્યો હતો પણ અલ્પેશ ઠાકોરે આવી કોઇ માગણી કરી નહીં. સાથે સરકારના મહેસૂલ પ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને આવેદનપત્ર આપવા અલ્પેશ ઠાકોર સિવાયનું પ્રતિનિધિમંડળ ગાંધીનગર સરકિટ હાઉસ ગયું હતું. રાજ્ય સરકાર તરફથી આગામી બજેટસત્રમાં દારૂબંધીના કાયદામાં સુધારો કરવાની ખાતરી આપતાં જ બંને પક્ષોએ સમાધાન કરીને ગુજરાતની શાંતિ બરકરાર રાખવાનું વધારે યોગ્ય માન્યું. આ ઘટનાથી અલ્પેશ ઠાકોરની ચાહના માત્ર ઠાકોર સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ વધી હોવાની ચર્ચા સચિવાલયમાં થઇ રહી છે.

મગફળીના ટેકાના ભાવ ભાજપ સરકારને નડી રહ્યા છે
મગફળીના ટેકાના ભાવ પર અત્યાર સુધી ભાજપ દ્વારા ભારે રાજકારણ રમવામાં આવ્યંુ છે. મુખ્યમંત્રી તરીકે નરેન્દ્ર મોદી હતા ત્યારે તેઓએ મગફળીથી માંડીને કપાસના ટેકાના ભાવો પર કેન્દ્રની મનમોહન સરકારને ઘેરવામાં બાકી રાખ્યું નહોતું. ભાજપની જ ભગિની સંસ્થા કિસાન સંઘ પણ ખેડૂતોના મુદ્દે રસ્તાઓ પર ઊતરી આવ્યો હતો. હવે રાજ્ય અને કેન્દ્રમાં ભાજપની જ સરકાર હોવાથી ટેકાના ભાવો પર રાજકારણ રમવાનો કોંગ્રેસનો વારો આવ્યો છે. કોંગ્રેસ દ્વારા હવે પૂરજોશમાં ખેડૂતોના મુદ્દે નિવેદનબાજી થઇ રહી છે. કેન્દ્ર સરકારે મગફળીનો ૨૦ કિલોનો ટેકાનો ભાવ રૂપિયા ૮૪૪ જાહેર કર્યો છે.

અત્યાર સુધી કેન્દ્ર પાસે ભાજપના જ નેતાઓ અને કિસાન સંઘ દ્વારા રૂપિયા ૧૦૦૦થી ૧૨૦૦ કે ૧૫૦૦ સુધીના ટેકાના ભાવો આપવાની માગણી કરવામાં આવતી હતી પણ માત્ર ૮૪૪નો ભાવ આપતાં કોંગ્રેસને ૨૦૧૭ની ચૂંટણી પહેલાં ખેડૂતોને પોતાના તરફી કરવાની તક મળી છે. ભારતીય કિસાન સંઘ દ્વારા પણ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે રૂપિયા ૧૦૦૦થી ૧૨૦૦ની માગણી કરવામાં આવી હતી પણ કેન્દ્ર અને રાજ્યમાં ભાજપની સરકાર હોવાથી કિસાન સંઘને ચૂપ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત પ્રદેશ કિસાન સંઘના નેતાઓ હવે ટેકાના ભાવો નક્કી કરવામાં કેન્દ્ર સરકાર કે રાજ્ય સરકારની કોઇ ભૂમિકા ન હોવાનું સમજાવતા જોવા મળી રહ્યા છે.

રાજ્યમાં વહેલી ચૂંટણીની વાતો વહેતી થઈ
મુખ્યમંત્રી એક પછી એક પ્રજાલક્ષી નિર્ણયોની જાહેરાત કરતાં હોવાથી ગુજરાતમાં ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી વહેલી આવી રહી હોવાની ચર્ચા શરૂ થઇ છે. સચિવાલયમાં ઉચ્ચ અધિકારીઓ પણ ચૂંટણી વહેલી આવી રહી હોવાની ચર્ચા કરતાં થયા છે. એક અધિકારીએ તો ત્યાં સુધી કહ્યું કે રાજ્ય સરકારનાં પગલાં પરથી લાગી રહ્યું છે કે ૨૦૧૭ના એપ્રિલ કે મે મહિનામાં ગુજરાતમાં ચૂંટણી યોજવાની ગણતરી રાજ્ય સરકાર કરી રહી છે. જ્યારે બીજા અધિકારીએ પોતાનો મત વ્યક્ત કરતાં જણાવ્યું કે પંજાબ અને યુપી સાથે જ ગુજરાતની ચૂંટણી યોજવાનો મુખ્યમંત્રીએ મૂડ બનાવી દીધો છે, કારણ કે પંજાબ અને યુપીનાં પરિણામો ભાજપ માટે સારાં ન આવે તો તેની અસર ગુજરાત પર ન પડે. સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ માટે ગુજરાત કરતાં વધારે મહત્ત્વની પંજાબ અને યુપીની ચૂંટણી છે, કારણ કે આ બંને રાજ્યોનાં પરિણામો રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ભાવિનો ફેંસલો કરશે. ભાજપનો જ એક વર્ગ ગુજરાતમાં વહેલી ચૂંટણી ભાજપ માટે ઘાતક પુરવાર થઇ શકે છે તેવો પણ મત ધરાવે છે. જેના કારણે વહેલી નહીં પણ પંજાબ અને યુપીની ચૂંટણી બાદ જ ગુજરાતની ચૂંટણી યોજાશે તેવો મત વ્યક્ત કરી રહ્યા છે.

divyesh

Recent Posts

સાપ્તાહિક રાશિ ભવિષ્ય: જાણો કઇ રાશિને થશે ધનનો લાભ, કોની થશે કારકિર્દીક્ષેત્રે પ્રગતિ

મેષઃ સમારોહ, પારિવારિક મેળાવડાઓમાં ભાગ લઇ શકશો. તમારાં સ૫નાં અને આશાઓ વાસ્તવિકતામાં ફેરવાતાં જણાશે. પારિવારિક સંબંધો મજબૂત અને સુરક્ષિત રહેશે, તમારી…

5 hours ago

…તો મારી પાસે ટોપ બેનરની ફિલ્મો ન હોતઃ સોનમ કપૂર

સોનમ કપૂરે બોલિવૂડમાં ૧૦ વર્ષ પૂરાં કરી લીધાં છે તેમ છતાં પણ તે ટોપ ફાઇવ અભિનેત્રીઓમાં ક્યારેય સામેલ થઇ શકી…

5 hours ago

રૂ.11 લાખની ઉઘરાણી કરતાં વેવાઈ પક્ષના સંબંધીની બે ભાઈએ હત્યા કરી

અમદાવાદ; શહેરમાં નવા વર્ષથી હત્યાનો સિલસિલો શરૂ થઇ ગયો છે. દર એકાદ-બે દિવસે અલગ અલગ કારણોસર હત્યાના બનાવ બની રહ્યા…

6 hours ago

નર્મદાનાં પાણીમાં પેસ્ટિસાઈડ્સનું પ્રમાણ ચકાસવા મશીન મુકાશે

અમદાવાદ: મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ…

6 hours ago

એક તરફી પ્રેમમાં પાગલ યુવાને સિવિલનાં મહિલા ડોક્ટરની ઊંઘ હરામ કરી

અમદાવાદ: સિવિલ હોસ્પિટલના રે‌િડયોલોજી વિભાગમાં ફરજ બજાવતી એક રે‌િસડન્ટ ડોક્ટર યુવતીએ શાહીબાગમાં રહેતા એક યુવક વિરુદ્ધમાં અશ્લીલ ચેનચાળા કરવા અંગેની…

6 hours ago

ઓસ્ટ્રેલિયા પ્રવાસઃ કરો ‘નવા યુગ’ની શરૂઆત

નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયા પહોંચી ચૂકી છે અને તા. ૨૧ ને બુધવારથી શરૂ થઈ રહેલી ત્રણ મેચની ટી-૨૦…

6 hours ago