Categories: Gujarat

પીવાનો શોખ હવે ભારે પડશે જેલવાસની પણ તૈયારી રાખજો!

અમદાવાદ: ગુજરાત રાજ્ય મુંબઇથી અલગ થયું ત્યારથી વર્ષ ૧૯૬૦થી દારૂબંધીનો કાયદો અમલમાં છે, પરંતુ ગેરકાયદે રીતે દારૂનો ખુલ્લેઆમ વેપાર કરનારા કે દારૂ પીનારાને કેદની સજાની જોગવાઇ કરતો કડક કાયદો લાવવા રાજ્ય સરકારે કવાયત શરૂ કરી છે. આ અંગેનો મુસદ્દો તૈયાર થઇ રહ્યો છે અને આગામી વિધાનસભાના બજેટ સત્ર વિધેયક બનાવવામાં અાવે તેવી શક્યતા છે.

હાલમાં દારૂ પીતાં પકડાઇ જનાર સરળતાથી છકટકી શકે છે. દારૂ પીતા પકડાયેલી વ્યકિતને પહેલી વાર વોર્નિંગ આપીને છોડી દેવાય છે અને ફરી પકડાય તો તેને જામીન આપીને છોડી દેવામાં આવે છે. સરળતાથી દારૂડિયા કે દારૂ વેચનારા કાયદાની અમલવારીની છટકબારી શોધીને છટકી જતા હતા. હવે ૧૯૬૦ પછી પહેલીવાર આ બાબતે સરકાર જાગી છે.

ગુજરાતમાં દારૂ પર પ્રતિબંધ છે, પરંતુ કેટલો પોકળ છે તેની ચોંકાવનારી વિગતો વિધાનસભામાં રજૂ થઇ ચૂકી છે. રાજ્યમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૮.પર કરોડનો દેશી દારૂ અને ર૪૬ કરોડનો વિદેશી દારૂ સહિત કુલ મળીને રૂ.રપ૪ કરોડથી વધુનો દારૂ પકડાયો હોવાનો ખુદ સરકારે સ્વીકાર કર્યો છે.

આ અંગે ગૃહરાજ્ય પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ જણાવ્યુું હતું કે ઠાકોર સેનાને અમે આ બાબતે ખાતરી આપ્યા મુજબ રાજ્યમાં દારૂબંધીનો કડક કાયદો બનાવાશેે. જેના ભાગરૂપે કાયદો કેવી રીતે વધુ કડક બનાવી શકાય તે અંગેેનું હોમવર્ક વિભાગ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું છે. ટૂંક સમયમાં તેનો ડ્રાફટ તૈયાર થઇ જશે. જેમાં આખરી સુધારા-વધારા સાથે કાયદા વિભાગને રજૂ કરાયા બાદ આગામી વિધાનસભાના સત્રમાં રજૂ કરવાનું આયોજન છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા વ્યસન મુકિત અભિયાન રાજ્યભરમાં ચાલી રહ્યું છે. ઓબીસી એકતા મંચ અને ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરે રાજ્ય સરકાર દારૂબંધી માટે બિહાર જેવો નવો કડક કાયદો અમલી બનાવે અને આ બદીને અટકાવે તેવી માગ કરી હતી. ત્યાર બાદ આગામી બજેટ સત્રમાં દારૂબંધીના વર્તમાન કાયદામાં સુુધારા માટે સરકાર સાથે એક બેઠક યોજાઇ હતી જેમાં આ કાયદો અમલી બને તે માટે કડકાઇથી પગલાં લેવામાં આવે તેવી બાંયધરી સરકારે ઓબીસી એકતા મંચ અને ક્ષત્રિય ઠાકોર સેનાને આપી હતી.

આધારભૂત સૂત્રોનાં જણાવ્યા મુજબ નવા કાયદામાં ગેરકાયદે દારૂ વેચનારાઓને એકથી દસ વર્ષ સુધીની સજા અને રૂ.પાંચ લાખના દંડની જોગવાઇ, ગેરકાયદે દારૂ વેચાતો હોય તે વિસ્તારના પોલીસ અધિકારીએ તત્કાલ ફરજ મુકિતની જોગવાઇ, સ્થાનિક ધારાસભ્ય અને ડીએસપીને પણ નોટિસની જોગવાઇ, દારૂ પીનાર પહેલી વાર પકડાય તો એક સપ્તાહની કેદની સજા, બીજી અને ત્યાર બાદ પકડાય તો કેદની સજામાં વધારો કરવા સહિતની સજાની જોગવાઇ નવા કાદયામાં કરવામાં અાવે તેવી શક્યતા છે.
http://sambhaavnews.com/

divyesh

Recent Posts

ખેડૂત અકસ્માત યોજનાને લઇને રાજ્ય સરકારની મહત્વની જાહેરાત

રાજ્યમાં બે દિવસીય મોનસૂન સત્ર દરમિયાન સરકારે ખેડૂતો માટે થોડા દિવસોમાં મોટી જાહેરાત કરવામાં આવશે તેવું જણાવવામાં આવ્યું હતું. જેને…

22 mins ago

ડેંગ્યુમાં રાહત આપશે આ પહાડી ફળ, ડાયાબિટીસ, હૃદયના રોગ માટે પણ છે ફાયદાકારક

ડેંગ્યુ માદા એડીઝ મચ્છરના કરડવાથી થાય છે. ખાસ વાત તો એ છે કે 20મી શતાબ્દીની શરૂઆતમાં વૈજ્ઞાનિકોને આ વાતની ખબર…

38 mins ago

ખુશખબર… નાની બચત યોજનાના વ્યાજદરમાં સરકારે કર્યો વધારો

કેન્દ્ર સરકારે પોસ્ટ ઓફિસમાં ચાલી રહેલી નાની બચત યોજનાઓ પર મળી રહેલા વ્યાજમાં વધારો કર્યો છે. નાણા મંત્રાલયે બધી યોજનાઓ…

1 hour ago

‘ફેશન’ ફિલ્મ બાદ પ્રિયંકા ચોપરાના ઈંતેજારમાં મધુર ભંડારકર

પ્રિયંકા ચોપરાની સૌથી હિટ અને સૌથી વધુ પસંદ કરાયેલી ફિલ્મોમાં 'ફેશન'નું નામ મુખ્ય છે. 'ફેશન'એ માત્ર બોક્સ ઓફિસ પર જ…

2 hours ago

OMG! 111 વર્ષના આ દાદા હજુયે જાય છે રોજ જિમમાં

અમેરિકાના કૅલિફોર્નિયામાં રહેતા હેન્રીદાદાની ઉંમર ૧૧૧ વર્ષ છે અને તેઓ આ ઉંમરે પણ સ્થાનિક જિમમાં જઇને વર્કઆઉટ કરે છે. જે…

3 hours ago

ટીમ India માટે જીત બની ચેતવણીઃ ચેમ્પિયન્સ ટ્રોફીની કહાણીનું પુનરાવર્તન તો નહીં થાય ને?

દુબઈઃ એશિયા કપના સૌથી મોટા મુકાબલામાં ભારતે ગઈ કાલે પાકિસ્તાનને આસાનીથી હરાવી દીધું. એશિયા કપમાં એમ પણ પાકિસ્તાન સામે ટીમ…

3 hours ago