VIDEO: અમદાવાદનાં બી.જે. મેડિકલ વિવાદમાં 9 ડૉક્ટરોને એટ્રોસિટી મામલે રાહત

અમદાવાદઃ બી.જે મેડિકલ કોલેજનાં વિદ્યાર્થી મરીરાજ સાથે થયેલ જાતિગત મામલે ભીમ શક્તિ સેના દ્વારા વિરોધ કરવામાં આવ્યો. મરીરાજ સાથે થયેલ જાતિગત ભેદભાવનાં કારણે સિવિલ હોસ્પિટલ અધિક્ષક કચેરી બહાર ભીમ શક્તિ સેનાએ ધરણા કર્યાં હતાં.

જો કે આ ધરણા કરવામાં આવે તે પહેલા જ પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે પોલીસ દ્વારા ધરણા કરી રહેલા તમામ લોકોની અટકાયત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે શહેરની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી બી.જે.મેડિકલ કોલેજની હોસ્ટેલમાં થર્ડ એમબીબીએસનાં સર્જરી વિભાગનાં એક દલિત વિદ્યાર્થીએ સ્થાનિક ડોકટરોનાં ત્રાસથી કંટાળી થોડાંક દિવસ પહેલાં ઉઁઘની ગોળીઓ ખાઇને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ એટ્રોસિટી એક્ટ મુજબ હાઇકોર્ટમાં પિટીશન કરવામાં આવી હતી. જેમાં હાઇકોર્ટે 9 ડૉક્ટરો સામે જે પિટીશન થઇ હતી તેનાં પર સ્ટે મુકવામાં આવ્યો છે.

અગાઉ આત્મહત્યા કરનાર દલિત ડૉક્ટરે પોતાની સાથે થયેલાં ભેદભાવ મામલે તેને આરોપી ડૉક્ટર્સ સામે એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ કરેલી. જો કે હાઇકોર્ટે એટ્રોસિટીનાં આ કેસમાં 9 ડૉક્ટરોને રાહત આપી છે. જેથી આ મામલે આગળની વધુ સુનાવણી હાઇકોર્ટમાં હાથ ધરાશે.

You might also like