Hc એ RBI ને પૂછ્યું કયા અધિકારથી નિકાસી પર લગાવી પાબંધી

અમદાવાદ: નોટબંધી બાદ બેંકો અને એ.ટી.એમથી નોટોની નિકાસી માટે સીમા નક્કી કરવા પર ગુજરાત હાઇકોર્ટે રિઝર્વ બેંકને પૂછ્યું કે કયા અધિકાર હેઠળ આ રોક લગાવી છે. ચીફ જસ્ટિસ આર એસ રેડ્ડી અને જસ્ટિસ વીએમ પંચોલીએ એવું પણ પૂછ્યું કે કેવી રીતે જિલ્લા કેન્દ્રોને ઓપરેટિવ બેંક્સ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો. કોર્ટે કહ્યું કે ઓથોરિટીસ પાસે નોટોને બેન કરવા પરની તાકાત હોય છે પરંતુ નિકાસીની સીમા નક્કી કરવાનો અધિકાર ક્યાં છે? હાઇકોર્ટે આરબીઆઇ પાસે મંગળવારે આ પ્રશ્નોના જવાબ આફવા માટે કહ્યું છે.

ભાવનગર જિલ્લા સહકારી બેંકના ચેરમેન નાનુભાઇ વાઘાની તરફથી હાદર વકીલે કોર્ટમાં પ્રશ્ન કર્યો હતો કે આરબીઆઇ એક્ટ કે બ્રેકિંગ નિયામક કાનૂનોમાં ક્યાંય પણ સીમા નક્કી કરવાની વાત કરવામાં આવી નથી. આ પર હાઇકોર્ટે રિઝર્વ બેંકને આ પ્રશ્નનો જવાબ આપવા કહ્યું હતું. કોર્ટે એવું પણ કહ્યું આરબીઆઇ પાસે 14 નવેમ્બરે આવું કોઇ સર્ક્યુલેશન રજૂ કરવા માટેનો અધિકાર નહતો, જેના હેઠળ જિલ્લા સહકારી બેંકો પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો. તો બીજી બાજુ કેન્દ્ર સરકારે 8 નવેમ્બરે નોટબંધીની સૂચનાઓ જાહેર કરી હતી અને દરેક રજીસ્ટર બેંકોને નોટ બદલવાનો અધિકાર આપવામાં આવ્યો નહતો.

જો કે 500 અને 1000ની નોટોને બહેન કરવા પર કેન્દ્ર સરકારના નિર્ણયની અરજી હજુ સુપ્રીમ કોર્ટમાં પડેલી છે. એવામાં હાઇકોર્ટે આ બાબતે કોઇ પણ ટિપ્પણી કરવાની ના પાડી દીધી છે. આ વચ્ચે ગુજરાતના જ ખેડા જિલ્લાની સહકારી બેંકોએ પણ પ્રતિબંધ વિરુદ્ધ ઉચ્ચ ન્યાયાલયમાં અરજી દાખલ કરી છે. હાઇકોર્ટ હવે એક સાથે આવી 3 અરજી પર મંગળવારે સુનાવણી કરશે. આ બાબતે ત્રીજી અરજી ગુજરાત ખેડૂત હિતરક્ષક સમિતિ તરફથી દાખલ કરવામાં આવી છે.

જિલ્લા સહકારી બેંકો સાથે પક્ષપાત ઉપરાંત આ અરજીઓમાં નોટબંધીના સરકારની રીત પર પણ પ્રશ્નો ઊભા કર્યા છે. અરજીકર્તાએ રિઝર્વ બેન્ક ઓઇ ઇન્ડિયા એક્ટના સેક્શન 26 (2)નો હવાલો આપતાં કહ્યું કે સરકાર પાસે આટલા મોટા પાયા પર નોટબંધીનો અધિકાર નથી. જો કે એ કેટલીક નિશ્વિત સિરીઝની નોટોનું વિમુદ્રીકરણ કરી શકે છે. એને પણ આરબીઆઇ બોર્ડ તરફથી ભલામણ પર જ લાગૂ કરવામાં આવશે.

You might also like