રાજ્યમાં CNG અને PNGમાં ભાવ વધારો, 18 લાખ લોકોને થશે અસર

ગુજરાત ગેસે CNGમાં 2.15 રૂપિયા અને PNGમાં 1.10 રૂપિયાનો ભાવ વધારો ઝીંક્યો છે મધરાતથી જ રાધંણ ગેસના ભાવમાં 1.10 રૂપિયાનોનો વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવ વધતા રિક્ષાના કિ.મી.દીઠ ખર્ચમાં 10 પૈસાનો જ વધારો થથે, મધરાતથી અમલમાં આવી જતાં દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના 18 લાખ જેટલા ગ્રાહકોને અસર થશે.

અદાણી ગેસ પણ આજે મોડી રાત્રે કે, આવતીકાલે તેના ભાવમાં વધારો કરવાની જાહેરાત કરે તેવી સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં છેલ્લા 6 માસ દરમિયાન CNGના ભાવમાં આવેલા 6%ના વધારાને ધ્યાનમાં લઈને કેન્દ્ર સરકારે CNGનો સપ્લાય આપતી કંપનીઓને પહેલી એપ્રિલ 2018થી 6%નો ભાવ વધારો કરવાની છૂટ આપી હતી, જોકે આ વધારો 18 એપ્રિલથી એટલે કે આજથી લાગુ કરવાનો નિર્ણય લીધો હતો.

આ વધારો 17મી એપ્રિલના રાતના 12 વાગ્યા પછી અમલમાં આવી ગયો છે. ગુજરાત ગેસના CNGના અંદાજે 6 લાખ અને PNGના અંદાજે 12 લાખ મળીને કુલ 18 લાખ ગ્રાહકો પર આ ભાવ વધારાનો બોજ આવશે. જોકે રિક્ષામાં CNGના વપરાશ કરનારાઓએ કિલોમીટર દીઠ માત્ર 10 જ પૈસાનો બોજ વધશે.

બીજી તરફ ઔદ્યોગિક વપરાશ માટેના CNGના દરમાં કોઈ જ વધારો કરવામાં આવ્યો નથી. પરિણામે ગુજરાતના છ લાખ ઓટોમોબાઈલ ચાલકોએ CNGના વપરાશ માટે વધારો ખર્ચ કરવો પડશે. દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, બિલીમોરા, વાપી અને ઉમરગામ સુધીના વિસ્તારના ગ્રાહકો પર આ ભાવ વધારાની અસર પડશે.

આ જ રીતે સૌરાષ્ટ્રમાં રાજકોટ, ભાવનગર, જામનગર, પોરબંધર, સુરેન્દ્રનગર, મોરબીના ગ્રાહકોએ આ વધારાનો બોજ વેંઢારવો પડશે. મધ્ય ગુજરાતમાં આણંદ, નડિઆદ, સહિતના વિસ્તારોના CNG અને PNG વપરાશકારો પર તેની અસર જોવા મળશે. આ વિસ્તારોમાં મળીન ગુજરાત ગેસના અંદાજે 291 જેટલા ગેસ સ્ટેશન સક્રિય છે.

પેટ્રોલ, ઇંધણ અને CNGના નિષ્ણાતોનું કહેવું છે કે, આ ભાવ વધારો કરવામાં આવ્યા પછી ઇંધણના વપરાશને કારણે વાહનોમાં મળતી કિલોમીટરની એવરેજને જોવામાં આવે તો પેટ્રોલની તુલનાએ CNG 53% સસ્તું પડે છે.

તેવી જ રીતે ડિઝલની તુલનાએ CNG 28% સસ્તું પડે છે. રનિંગ કોસ્ટની સરેરાશને આધારે આ ગણતરી કરવામાં આવી છે. રાંધણગેસના ભાવની સાથે તુલના કરતાં નિષ્ણાતો જણાવે છે કે સબસિડાઈઝ રાંધણગેસના સિલિન્ડર કરતાં આ ભાવ વધારા પછી PNG 10% સસ્તો પડે છે. નોન સબસિડાઈઝ રાંધણગેસ સિલિન્ડર કરતાં PNG 40% સસ્તો પડે છે.

You might also like