VIDEO: વડોદરાનાં સાવલી ગામમાં જૂથ અથડામણ, પોલીસ કાફલો ઘટનાસ્થળે

વડોદરાઃ સાવલી ગામમાં જૂથ અથડામણની વધુ એક ઘટના સામે આવી છે. સાવલીનાં વાંકાનેર ગામમાં બે જૂથો વચ્ચે અથડામણ સર્જાયું છે. આ અથડામણ થતાં જ બંને જૂથોનાં લોકોએ સાથે મળીને કેટલીક દુકાનો અને બાઈકો સળગાવી હતી. જો કે આ ઘટનાની જાણ થતાં જ પોલીસ અને CRPFનાં જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યાં હતાં.

તેમજ હાલમાં પણ પોલીસ દ્વારા અહીંની તમામ પરિસ્થિતિને કાબુમાં લેવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. અને કોઇ પણ જગ્યાએ વધુ વિખવાદ ન સર્જાય તે માટે ટોળાં પણ ક્યાંય એકઠા ન થાય તે માટે પોલીસ અહીં તમામ પ્રકારની એવી સુવિધાઓ ઊભી કરી રહી છે કે જેથી ત્યાં વાતાવરણ વધુ ગંભીર ન બને.

ઉલ્લેખનીય છે કે આ સિવાય વિસનગરનાં હસનપુર ગામમાં પણ બે જૂથો વચ્ચે અથડામણ સર્જાઇ. અને એ જ રીતે અહીં પણ મતદાન મામલે જૂથ અથડામણ થઇ છે. તેમજ દુકાનો અને બાઇકોને સળગાવીને ભારે નુકસાન પણ પહોંચાડવામાં આવ્યું છે. જેને લઇ પરિસ્થિતિને ધ્યાનમાં લઇ ત્યાં પોલીસ અને CRPFનાં જવાનોની ટુકડી તૈનાત કરી દેવામાં આવી છે.

વડોદરાનાં સાવલીમાં જૂથ અથડામણ
બે જૂથ વચ્ચે થઈ જૂથ અથડામણ
વાંકાનેર ગામની ઘટના
દુકાન અને બાઈકો સળગાવાઈ
પોલીસ, CRPFનાં જવાનો ઘટના સ્થળે પહોંચ્યાં
પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પોલીસનો પ્રયાસ

You might also like