VIDEO: સુરતઃ મજુરામાં હર્ષ સંઘવીની મિટીંગમાં પાટીદારોએ કર્યો ભાજપનો વિરોધ

ગુજરાતઃ સુરતનાં મજૂરા વિસ્તારમાં ભાજપનો વિરોધ જોવા મળ્યો છે. મજૂરાથી ભાજપનાં ઉમેદવાર હર્ષ સંઘવીની મિટીંગમાં સ્થાનિક પાટીદારોએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મજૂરામાં આવેલા ભાટારા કોમ્યુનીટી હોલમાં મિટીંગ યોજવામાં આવી હતી. જેમાં કેટલાંક પાટીદારો પહોંચી ગયાં હતાં અને હર્ષ સંઘવીનો તેઓએ સખત વિરોધ કર્યો હતો.

આ સિવાય આ પાટીદારોએ ભાજપ વિરુદ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર પણ કર્યા હતાં. એટલે કે પાટીદારો દ્વારા ભાજપનો આ મિટીંગમાં ભારે વિરોધ કરાયો હતો. પાટીદારોનો પ્લેકાર્ડ દ્વારા ભાટાર કોમ્યુનિટી હોલ ખાતે વિરોધ કરવામાં આવ્યો હતો.

ઉલ્લેખનીય છે કે હવે આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે તેમાં પાટીદાર સમાજનાં કેટલાંક આગેવાનો દ્વારા ભાજપનો વિરોધ કરવામાં આવતો જ હોય છે ત્યારે એવામાં જ અહીં સુરતમાં પણ પાટીદારોએ ભાજપનાં જ એક ઉમેદવાર હર્ષ સંઘવીની મિટીંગમાં ઉગ્ર વિરોધ દર્શાવ્યો હતો.

You might also like