VIDEO: મહેસાણા જિલ્લાનાં ઇતિહાસમાં કોંગ્રેસની યોજાઇ સૌથી મોટી રેલી

મહેસાણા જિલ્લાનાં ઇતિહાસમાં કોંગ્રેસની સૌથી મોટી રેલી નીકળી હતી. વિસનગરમાં કોંગ્રેસની 8 કિલોમીટરની લાંબી રેલી નીકળી હતી. કોંગ્રેસ ઉમેદવારનાં સમર્થનમાં ઘણી વિશાળ રેલી યોજાઇ હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં કોંગ્રેસનાં કાર્યકરો જોડાયાં હતાં.

ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણી હાલ ચાલી રહી છે ત્યારે આ ચૂંટણી બે તબક્કામાં યોજાઇ. જેમાં પ્રથમ તબક્કાની ચૂંટણી તારીખ 9નાં રોજ યોજાઇ ગઇ અને બીજા તબક્કાની ચૂંટણી હવે તારીખ 14નાં રોજ યોજાવાની છે અને તેનું પરિણામ 18 ડિસેમબ્રનાં રોજ જાહેર થશે.

ત્યારે 14મી ડિસેમ્બરનાં બીજા તબક્કાની ચૂંટણીને લઇ ભાજપ અને કોંગ્રેસ તેમજ અપક્ષ પાર્ટીનાં ઉમેદવારો પૂરાં જોરશોરથી ચૂંટણી પ્રચાર કરી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દ્વારા પણ મહેસાણાનાં વિસનગરમાં 8 કિ.મી.ની વિશાળ લાંબી રેલી નીકળી હતી. જે મહેસાણા જિલ્લાનાં ઇતિહાસમાં સૌથી મોટી રેલી કહેવાય છે.

You might also like