VIDEO: ભાજપ આવતીકાલે સૌરાષ્ટ્ર અને દ.ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોનાં નામ કરશે જાહેર

0 4

ગુજરાતઃ આવતીકાલે ભાજપ ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવશે. દિલ્લી ખાતે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બાદ નામ જાહેર કરવામાં આવશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની બેઠકો માટે ઉમેદવારોનાં નામ જાહેર કરવામાં આવશે.

પ્રથમ તબક્કાની 89 બેઠકો માટેનાં નામ જાહેર કરવામાં આવશે. આવતીકાલે સાંજે 6 કલાકે ઉમેદવારોનાં નામની જાહેરાત કરવામાં આવશે. પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં ઉમેદવારોનાં નામને આખરી ઓપ આપવામાં આવશે. સીએમ વિજય રૂપાણી અને જીતુ વાઘાણી આવતીકાલે દિલ્લી જશે.

ઉલ્લેખનીય છે કે આગામી વિધાનસભાની ચૂંટણી તારીખ 9 અને 14નાં રોજ બે તબક્કામાં થવા જઇ રહી છે. જેમાં 9 ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનું પ્રથમ તબક્કાનું મતદાન યોજાશે અને 14 ડિસેમ્બરનાં રોજ ઉત્તર અને મધ્ય ગુજરાતનું બીજા તબક્કાનું મતદાન યોજાવાનું છે.

આ ચૂંટણીલક્ષી મતદાનની ગણતરી 18 ડિસેમ્બરનાં રોજ થવાની છે. જો કે ભાજપ હવે આગામી ચૂંટણીને લઇ પ્રથમ તબક્કાની સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની 89 બેઠકો માટેનાં નામ જાહેર કરશે. આ નામને આખરી ઓપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં આપવામાં આવશે.

loading...

Leave A Reply

Your email address will not be published.