VIDEO: જૂનાગઢમાં એક પણ ટિકિટ નહીં અપાતા આહિર સમાજમાં રોષ, ભાજપનો કરશે વિરોધ

જૂનાગઢમાં એક પણ ટિકિટ આહીર સમાજને ન અપાતા આહિર સમાજમાં ઘણો રોષ જોવા મળ્યો છે. આહીર સમાજ ભાજપનો વિરોધ કરશે એવો આહીર સમાજનાં આગેવાનોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. “ટિકિટ નહીં તો વોટ નહી”નાં સૂત્રોચ્ચાર સાથે વિરોધ કરાશે.

મહત્વનું છે કે સૌરાષ્ટ્રમાં મોટી સંખ્યામાં આહીર મતદારો છે. જુનાગઢનાં કેશોદમાં આહીર સમાજની બેઠક મળી અને બીજેપી દ્વારા જાહેર કરાયેલ લીસ્ટમાં આહીર સમાજનો એક પણ ઉમેદવાર ન હોવાથી આહીર સમાજ સખત નારાજ છે.

જો કે હજુ એક તક છે કે ત્રીજી યાદીમાં કેશોદમાં આહિર સમાજને ટીકીટ આપવામાં આવે તેવી માંગ કરી છે. પરંતુ જો આહિર સમાજને ટિકીટ નહીં અપાય તો આહીર સમાજ બીજેપીનો વિરોધ કરશે અને બીજેપીનાં ઉમેદવારોને હરાવશે.

આ સાથે તેમને એવી ચીમકી પણ આપી હતી કે રાજકોટની જે બેઠક પર વિજય રૂપાણી ચૂંટણી લડવાનાં છે એ વિસ્તારમાં આહીર મતદારોની સંખ્યા સૌથી વધુ છે અને જેથી જો આહીર સમાજને ટિકીટ આપવામાં નહીં આવે તો તેનું પરિણામ તેમને ભોગવવું પડશે.

ગુજરાતમાં ૧૦ % મતદારો આહીર છે. જેથી જો આહીર સમાજની નારાજગી બીજેપી દૂર નહીં કરે તો મુખ્યમંત્રી વિજય રૂપાણીની મુશ્કેલી પણ વધશે અને સાથે સાથે ગુજરાતનાં અન્ય ઉમેદવારોની મુશ્કેલી પણ વધશે.

You might also like