Categories: Gujarat

VIDEO: વિસનગરનાં હસનપુરમાં મતદાનને લઇ જૂથ અથડામણ, 10 ઘાયલ

મહેસાણાઃ વિસનગરનાં હસનપુર ગામમાં જૂથ અથડામણની ઘટના સામે આવી છે. એક જ કોમનાં બે જૂથ વચ્ચે ચૂંટણીને લઈ ધિંગાણું સર્જાતા પોલીસે હળવો લાઠીચાર્જ કર્યો છે.

જો કે આ ઘટનાસ્થળ પર કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ હુમલા ઈજાગ્રસ્ત થયેલા લોકોને વિસનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

મહેસાણાનાં હસનપુર ગામમાં એક જ કોમનાં બે જૂથ વચ્ચે અથડામણ થઇ છે. જેથી ત્યાં પોલીસ કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે. આ જૂથ અથડામણમાં 10 લોકો ઇજાગ્રસ્ત પણ થયાં છે.

ઉલ્લેખનીય છે કે આજે વિધાનસભા ચૂંટણીનાં બીજા તબક્કાનું મતદાન પૂરા જોરશોરથી ચાલી રહ્યું છે ત્યારે મહેસાણાનાં વિસનગરનાં હસનપુર ગામે બે જૂથો વચ્ચે મતદાન દરમ્યાન પથ્થરમારો થયો છે.

આ ઘટનામાં 10 લોકો ઇજાગ્રસ્ત થયાં છે કે જેઓને વિસનગરની હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં છે. પોલીસે આ ટોળાને વિખેરવા માટે હળવો લાઠીચાર્જ પણ કર્યો. સમગ્ર હસનપુર પોલીસ છાવણીમાં ફેરવાઇ ગયું છે.

હજી પણ પોલીસ ક્યાંય પણ ટોળાં થવાં દેતી નથી. જેથી મામલો વધુ ગંભીર ના બને. હાલમાં આ ઘાયલ લોકોને હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.

વિસનગરમાં હસનપુર ગામમાં જુથ અથડામણ
ચૂંટણીને લઇ થઇ અથડામણ
એક જ કોમનાં બે જુથ વચ્ચે અથડામણ
પોલીસ કાફલો ઘટના સ્થળે
ટોળાને વિખેરવા પોલીસનો હળવો લાઠીચાર્જ
ઘાયલોને વિસનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા

Dhruv Brahmbhatt

Recent Posts

નિકોલની યુવતીને મોટી ઉંમરના પુરુષ સાથે પરણાવવા 1.10 લાખમાં સોદો કર્યો

અમદાવાદ: શહેરના નિકોલ વિસ્તારમાં રહેતી યુવતીને લગ્ન કરાવવાની ખાતરી આપીને મેરેજ બ્યૂરો ચલાવતી મહિલાઓ સહિતના લોકોએ તેને ૧.૧૦ લાખ રૂપિયામાં…

7 hours ago

વિનય શાહ, સુરેન્દ્ર રાજપૂત અને સ્વપ્નિલ રાજપૂતની થશે પૂછપરછ

અમદાવાદ: વર્લ્ડ કલેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની પત્ની ભાર્ગવી શાહે આચરેલા…

7 hours ago

કર્ણમુક્તેશ્વર મહાદેવ અને કાલુપુર સ્વામિનારાયણ મંદિર સહિતનાં હિન્દુ સ્થાપત્ય હે‌િરટેજ લિસ્ટમાં જ નથી

અમદાવાદ: છેલ્લા કેટલાક સમયથી અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી રાખવાના મામલે રાજ્ય સરકાર દ્વારા કરાયેલી જાહેરાતથી વિવાદ ઊઠ્યો છે. શહેરીજનોનો અમુક…

7 hours ago

તાજમહાલમાં નમાજ મુદ્દે વિવાદઃ હવે પૂજા-અર્ચના કરવાની બજરંગદળની જાહેરાત

આગ્રા: ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણ દ્વારા આગ્રાના તાજમહાલમાં પ્રતિબંધ લગાવવા છતાં નમાજ અદા કરવાના મુદ્દે વિવાદ ઉગ્ર બન્યો છે. હવે આ…

7 hours ago

સબરીમાલા મંદિરમાં પ્રવેશ માટે કોચ્ચી પહોંચી તૃપ્તિ દેસાઈ: એરપોર્ટની અંદર જ પોલીસે રોકી

કોચ્ચી: કેરળના પ્રખ્યાત સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓને પ્રવેશની મંજૂરી મળ્યા બાદ અત્યાર સુધીમાં એક પણ મહિલા મંદિરમાં પ્રવેશી શકી…

8 hours ago

તામિલનાડુમાં ‘ગાજા’નો કહેર: 11નાં મોતઃ 120 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવાથી મોટી તારાજી

ચેન્નઈ: ચક્રવાતી તોફાન ‘ગાજા’ મોડી રાત્રે પોણા બે વાગ્યે તામિલનાડુના કિનારે નાગાપટ્ટનમમાં ત્રાટક્યું હતું અને ભારે તારાજી અને તબાહી સર્જી…

8 hours ago