VIDEO: ભાજપની જીત પર અમિત શાહનો હુંકાર, કહ્યું કે,”2019ની ચૂંટણીમાં પણ ભાજપની થશે જીત”

ન્યૂ દિલ્હીઃ ભાજપ કાર્યાલયે પહોંચેલા અધ્યક્ષ અમિત શાહનું ફૂલો સાથે સ્વાગત કરવામાં આવ્યું. ભાજપ કાર્યાલયની બહાર ભેગી થયેલ ભારે ભીડે અમિત શાહ પર ફૂલોની વર્ષા કરી અને મોદી-મોદીનાં નારાઓ પણ લગાવ્યાં.

અમિત શાહે અહીં પ્રેસ કોન્ફરન્સ આયોજી હતી ત્યારે તેમણે આ જીતનો શ્રેય સંપૂર્ણપણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને અર્પણ કર્યો. અમિત શાહે કહ્યું કે,”ગુજરાત અને હિમાચલ પ્રદેશની જનતાનો આભાર.

આ જીત મોદી નીતિને લઇ મળી છે. વધુમાં તેમણે જણાવ્યું કે આ જીત એ એક નહીં પણ કરોડો કાર્યકર્તાઓની જીત છે કે જેમણે પાર્ટી પર પોતાનો ભરોસો કાયમ રાખ્યો. જ્યાં જ્યાં ચૂંટણી આવી ત્યાં લોકોનું સમર્થન મળ્યું છે.”

એમણે વધુમાં કહ્યું કે,”ચૂંટણી દરમ્યાન પ્રચારનું સ્તર જરા ઘટી ગયું હતું. જીત માટે જાતિવાદને કોંગ્રેસ દ્વારા ભડકાવવામાં આવ્યો પરંતુ જેને વિકાસ કર્યો એની જીત થઇ જ ગઇ છે.

14 રાજ્યો પર ભાજપનો કબ્જો છે ને હવે બાકીનાં રાજ્યો પર પણ જીત હાંસલ કરવાની છે. પીએમ મોદીનાં વિકાસવાદની જીત થઇ છે. વંશવાદ, જાતિવાદ અને તુષ્ટિકરણની હાર થઇ છે. 2019ની ચૂંટણીમાં પણ બીજેપીની જીત થશે. જનતાનો આદેશ શિરોમાન્ય છે.”

You might also like