Categories: India

ગુજરાતના દલિત હિંસાના મુદ્દે બંને ગૃહોમાં હોબાળોઃ રાજ્યસભા સ્થગિત

નવી દિલ્હી: આજે સંસદનાં બંને ગૃહોમાં ગુજરાતના દલિતો પર થયેલા અત્યાચારના મુદ્દે કોંગ્રેસ અને બસપા સહિતના વિરોધ પક્ષોએ ભારે હોબાળો મચાવ્યો હતો. રાજ્યસભામાં માયાવતીએ ઉગ્ર રજૂઆત કર્યા બાદ ગૃહમાં હોબાળો મચી જતા રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. દરમિયાન, કેન્દ્ર તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે કેન્દ્રીય પ્રધાન રામદાસ અઠવલે આવતી કાલે ઊનાની મુલાકાત લેશે.

‘આપ’ના સાંસદ ભગવંત માન ગુજરાતમાં દલિતો પરના અત્યાચારના મુદ્દે સભા મોકૂફી દરખાસ્ત પણ લોકસભામાં રજૂ કરી છે. ગુજરાતમાં દલિત સમુદાયના સભ્યોની મારપીટના મામલે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પણ ગુરુવારે ગુજરાતની મુલાકાત લેનાર છે. એ જ રીતે દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પણ ઊના જવાનો પોતાનો કાર્યક્રમ જાહેર કર્યો છે. આમ દલિત સમુદાયના યુવાનો પર થયેલા અત્યાચારના મામલે રાજ્યનું રાજકારણ ગરમાવા લાગ્યું છે.

કોંગ્રેસના અધ્યક્ષ સોનિયા ગાંધીએ જણાવ્યું હતું કે ગુજરાતના ઊનામાં સમુદાય પર અત્યાચારનો મામલો અમે લોકસભામાં ઉઠાવીશું. દરમિયાન આમ આદમી પાર્ટીને સામે ચાલીને આ મુદ્દો મળી ગયો છે.

ગુજરાતમાં આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ત્રીજું રાજકીય બળ બનીને સત્તા મેળવવાનું સ્વપ્નું જોઈ રહ્યા છે. આ સંદર્ભમાં કેજરીવાલની પાર્ટી આ મુદ્દાને વધુ ચગાવશે.

divyesh

Recent Posts

કોશિશ ચાલુ રહેશે, હાર નહીં માનું: નેહા શર્મા

અભિનેત્રી નેહા શર્માએ ૨૦૦૭માં તેલુગુ ફિલ્મ 'ચિરુથા'થી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી અને ત્રણ વર્ષ બાદ ૨૦૧૦માં મોહિત સુરીની ફિલ્મ…

4 hours ago

બેઠાડું નોકરી કરો છો? તો હવે હેલ્ધી રહેવા માટે વસાવી લો પેડલિંગ ડેસ્ક

આજકાલ ડેસ્ક પર બેસીને કરવાની નોકરીઓનું પ્રમાણે વધી ગયું છે. લાંબા કલાકો બેસી રહેવાની ઓબેસિટી, ડાયાબિટીસ અને હાર્ટ ડિસીઝનું જોખમ…

4 hours ago

શહેરમાં ૧૮ ફાયર ઓફિસરની સીધી ભરતી સામે સર્જાયો વિવાદ

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત ફાયર બ્રિગેડની તંત્ર દ્વારા કરાતી ઉપેક્ષાનું સામાન્ય ઉદાહરણ વર્ષોથી સ્ટેશન ઓફિસર વગરના ફાયર સ્ટેશનનું ગણી શકાય…

4 hours ago

૨૬૦ કરોડનું ફૂલેકું ફેરવનાર ચીટર દંપતી વિદેશ નાસી છૂટ્યાંની આશંકા

અમદાવાદઃ થલતેજમાં આવેલ પ્રેસિડેન્ટ પ્લાઝામાં વર્લ્ડ ક્લેવરેક્સ સોલ્યુશન કંપની તથા આર્ચર કેર ડીજી એલએલપી કંપનીના મા‌લિક વિનય શાહ અને તેની…

4 hours ago

રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, વિવિધ યોજનાઓમાં દિવ્યાંગોને અપાશે અગ્રિમતા

ગાંધીનગરઃ ગુજરાત સરકારે એક મહત્વનો નિર્ણય કર્યો છે. જેમાં દિવ્યાંગોને વિવિધ યોજનામાં અગ્રિમતા આપવામાં આવશે. ભરતીમાં 4 ટકાનાં ધોરણે લાભ…

5 hours ago

ન્યૂઝીલેન્ડનાં ખેલાડી IPLનાં અંત સુધી રહેશે ઉપલબ્ધ

મુંબઈઃ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ (NZC)એ આઇપીએલની આગામી સિઝનમાં પોતાના ખેલાડીઓને આખી ટૂર્નામેન્ટ રમવાની મંજૂરી આપી દીધી છે. NZCના અધિકારી જેમ્સ વિયરે…

5 hours ago