VIDEO: કોંગ્રેસ પ્રચારમાં માત્ર ગાળોની ભાષા જ બોલે છેઃ પરસોત્તમ રૂપાલા

બનાસકાંઠામાં પરસોત્તમ રૂપાલા દ્વારા કોંગ્રેસ પર પ્રહાર કરવામાં આવ્યાં. પરસોત્તમ રૂપાલાએ કહ્યું કે,”કોંગ્રેસ ગાળાગાળીની સ્પર્ધા કરે છે. કોંગ્રેસ પ્રચારમાં માત્ર ગાળોની જ ભાષા બોલે છે. કોંગ્રેસની કોઇ પણ વાત સાંભળવા જેવી જ નથી. એનાં કોઇ નેતાઓ અહીં પ્રસ્તૂત કરી શકાય એવાં નથી. કોંગ્રેસની કોઇ નીતિની વાત પણ ન થાય.”

ઉલ્લેખનીય છે કે હવે આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે ભાજપ અને કોંગ્રેસ એમ બંને પક્ષનાં નેતાઓ એકબીજા પર પ્રહારો કરતા રહે છે. ત્યારે ભાજપ નેતાનું એક વિવાદાસ્પદ નિવેદન સામે આવ્યું છે.

કહેવાય છે કે ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાએ બનાસકાંઠામાં એક સભા યોજી હતી. જેમાં તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. અને વિવાદાસ્પદ નિવેદન આપતા કહ્યું કે,”કોંગ્રેસ હંમેશા ગાળાગાળીની જ સ્પર્ધા કરે છે. તેમજ ગાળાગાળીની જ ભાષા કરે છે.”

You might also like