VIDEO: ગુજરાતનાં બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, સરેરાશ 66% મતદાન

ગુજરાતઃ આજે ગુજરાત વિધાનસભાનાં બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. જો કે આ પહેલા પ્રથમ તબક્કાનું મતદાન 9મી ડિસેમ્બરે પૂર્ણ થઇ ગયું હતું. અગાઉ 89 બેઠકો પર મતદાન થયું હતું. આ મતદાન કુલ 68% થયું હતું.

આજનાં દિવસે વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન યોજાઇ રહ્યું છે. ત્યારે હજુ સુધી મતદારોનો મિજાજ કોઈ પણ પક્ષ કે રાજકીય વિશ્લેષકો તેને પારખી શક્યાં નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કા માટે આ વખતે 14 જિલ્લાની 93 બેઠકો પર લોકો દ્વારા મતદાન કરવામાં આવ્યું.

આ મતદાનમાં અંદાજે 5 વાગ્યા સુધી સરેરાશ 66 ટકા મતદાન કરવામાં આવ્યું. જેમાં અમદાવાદમાં 62% મતદાન કરવામાં આવ્યું. બનાસકાંઠામાં 70 ટકા મતદાન કરવામાં આવ્યું. પાટણમાં 65% મતદાન કરવામાં આવ્યું. મહેસાણામાં 66% મતદાન કરવામાં આવ્યું. બીજા તબક્કાનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થયું છે.

બીજા તબક્કામાં ક્યાં કેટલા ટકા થયું મતદાન?
સરેરાશ 93 બેઠક પર 66 ટકા થયું મતદાન
બનાસકાંઠામાં સૌથી વધુ 70 ટકા મતદાન
અમદાવાદમાં સરેરાશ 62 ટકા મતદાન
પાટણમાં સરેરાશ 65 ટકા મતદાન
મહેસાણામાં સરેરાશ 66 ટકા મતદાન
સાબરકાંઠામાં સરેરાશ 68 ટકા મતદાન
અરવલ્લીમાં સરેરાશ 67 ટકા મતદાન
ગાંધીનગરમાં સરેરાશ 66 ટકા મતદાન
આણંદમાં સરેરાશ 64 ટકા મતદાન
ખેડામાં સરેરાશ 69 ટકા મતદાન
મહિસાગરમાં સરેરાશ 64 ટકા મતદાન
પંચમહાલમાં સરેરાશ 63 ટકા મતદાન
દાહોદમાં સરેરાશ 61 ટકા મતદાન
વડોદરામાં સરેરાશ 65 ટકા મતદાન
છોટાઉદેપુરમાં સરેરાશ 63 ટકા મતદાન
પ્રથમ તબક્કામાં થયું હતું 70 ટકા મતદાન

બીજા તબક્કાની ચૂંટણીને લઇ મતદાન મથકે ઉભા રહેલા મતદારોને ટોકન આપવામાં આવ્યાં. ટોકન ધરાવતા આ મતદારો જ 5 વાગ્યા પછી પણ મતદાન કરી શકશે.

851 ઉમેદવારોનાં ભાવિ આ વખતનાં બીજા તબક્કાનાં મતદાનનાં EVMમાં સીલ થઇ ગયું. હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ બંને તબક્કાનાં મતદાનને લઇ હવે 18મી તારીખે મતગણતરીનું પરિણામ જાહેર થશે.

You might also like