વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે મતદાન, સીએમ સહિતના દિગ્ગજોએ કર્યું મતદાન

ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે આજે મતદાન યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 977 ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યમાં જ્યારે પ્રથમ તબક્કામાં આજે મતદાન યોજાવાનું છે ત્યારે દિગ્ગજો પોતાના મતવિસ્તારમાંથી મતદાન કર્યું

જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિત દિગ્ગજ નેતાઓનો સમાવેશ થાય છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી, ઇન્દ્રનીલ રાજ્યગુરૂ, પરેશ ધાનાણી સહિતના ઉમેદવારો મતદાન કરશે.

પ્રથમ તબક્કાની બેઠકોમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સ્થળો સામેલ છે. આજે થનાર મતદાનમાં પહેલીવાર VVPATથી મતદાન થશે. ગોવા પછી દેશમાં બીજી વાર VVPAT મશીનનો મતદાન માટે ઉપયોગ થશે.

આજે મતદાનનો ઉપયોગ કરી ગુજરાતની પ્રજા ઉમેદવારોનું ભવિષ્ય નક્કી કરશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લામાં આજે મતદાન થશે. જેમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય દિગ્ગજોના ભાવિ નક્કી થશે.

આજે થનાર મતદાનમાં 24,689 મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે, જ્યાં 2 કરોડ 12 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જેમાં 1 કરોડ 11 લાખ 5 હજાર 933 પુરૂષ મતદારો હશે અને 1 કરોડ 1 લાખ 25 હજાર 472 મહિલા મતદારો હશે.

આ મતદારોમાં 247 થર્ડ જેન્ડર પણ સામેલ છે. રાજયમાં કુલ 4 કરોડ 35 કરોડ 28 લાખ 519 મતદારો નોંધાયા છે. રાજ્યમાં શાંતિથી મતદાન થાય તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે. પોલીસ બંદોબસ્ત માટે 1 લાખ 74 હજારથી વધુ સુરક્ષાકર્મી તૈનાત કરવામાં આવ્યા છે.

દિવ્યાંગો માટે ચૂંટણીપંચે વિશેષ તૈયારી કરી છે. દિવ્યાંગો માટે 3149 વ્હીલચેરની વ્યવસ્થા કરવામાં આવી છે. કેટલીક બેઠકો પર તો 16થી વધુ ઉમેદવાર લડી રહ્યા છે. આ વખતે મતદાન કુટીરની સાઇઝ પણ વધારવામાં આવી છે.

You might also like