PM મોદીએ શરૂ કરી ‘ફેરી સેવા’, ભાવનગરવાસીઓને આપી ભેટ

વિધાનસભાની ચૂંટણી કાર્યક્રમની જાહેરાતને લઇને ઉપજેલા વિવાદની વચ્ચે આ મહિનામાં મોદીની આ ત્રીજી ગુજરાત યાત્રા હશે.

પીએમ મોદી ભાવનગર પહોંચી ગયા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નીતિન પટેલે સ્વાગત કર્યું. એ દરમિયાન મોદી ખંભાત ખાડીમાં ભાવનગર જિલ્લાના ઘોઘા અને ભરૂચ જિલ્લાના દહેજની વચ્ચે 615 કરોડ રૂપિયાની રોલ ઓન રોલ ઓફ ફેરી સેવાના પહેલા તબક્કા સહિત ઘણી યોજનાઓનું ઉદ્ધાટન અને શિલાન્યાસ કર્યું.

પીએમ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાન્યુઆરી 2012માં આ રો-રો પરિયોજનાની આધારશિલતા મૂકી હતી. ગુજરાતના ભાવનગરમાં પીએમ મોદીએ જનસભા સંબોધતા કહ્યું હતું કે

– હું ગુજરાત સરકારનો ખૂબ જ આભારી છું
– પીએમ મોદીએ કર્યું રો-રો પરિયોજનાનું ઉદ્ધાટન
– પીએમ મોદીએ દિવાળી અને ભાઇબીજની શુભેચ્છા પાઠવી
– ઘોઘાની ધરતીથી આજે એક અનમોલ ઉપહાર ગુદરાતને મળી રહ્યો છે.
– આ પ્રોજેક્ટ ભારતમાં પોતાનામાં પહેલો પ્રોજેક્ટ છે.
– આ પરિયોજના સાથે સાડા 6 કરોડ ભારતીઓનું સપનું પૂરું થયું છે.
– પીએમ મોદીએ આ પ્રોજેક્ટને ગુજરાતવાસીઓને સમર્પિત કર્યો છે.
– ગુજરાતનો હજારો વર્ષનો સમુદ્રની યાત્રાનો ઇતિહાસ રહ્યો છે.
– ફેરી સેવાથી વેપારને ગતિ મળશે
– આ ફેરી સેવાથી કરોડો લોકોની જીંદગી સરળ થશે અને એ નજીક આવશે
– સૌરાષ્ટ્ર અને ગુજરાત ની વચ્ચે દરરોજ 12 હજાર લોકો યાત્રા કરે છે.
– એક ફેરી પોતાની સાથે 500 થી વધારે અને આશરે 100 લોકો કાર અને ટ્રક લઇને જઇ શકે છે.
– આ ફેરીનો પ્રભાવ દિલ્હી અને મુંબઇના રસ્તાઓ પર પણ પડશે.
– ગાડીઓની સંખ્યા ઓછી થશે તો એની સ્પીડ વધશે અને એનાથી અર્થવ્યવસ્થાને ફાયદો થશે.
– આ પરિયોજના અમારા માટે અમારા માટે ખૂબ જ પડકાર હતો.
– અહીંયા દુનિયાના અલગ અલગ જહાજો આવતાં રહે છે.
– અહીંયા રહેનારા માછીમારો અને લોકોને વિકાસ માટે અમે ઘણી યોજનાઓ ચલાવી રહ્યા છે.
– યુવાઓને ટ્રેન કરીને રોજગાર આપવામાં આવશે
– આજે ગુજરાતનો ઝડપથી વિકાસ થઇ રહ્યો છે.
– મને આશા છે કે આ પરિયોજના બીજા રાજ્યો માટે એક મોડલની જેમ કામ કરશે
– આ પ્રોજેક્ટ અમદાવાદ અને ભાવનગરની વચ્ચે ઔદ્યોગિક વિકાસની એક નવી મજબૂતી આપશે.
– ભવિષ્યમાં અમે આ ફેરી સર્વિસને બીજી જગ્યાઓ પર જોડવાની દિશામાં વધનાર છે.
– ભારતની સમુદ્રી સેવા રોકાણની સંભાવનાઓથી ભરેલી છે.
– સાગરમાલા પરિયોજનાથી 1 કરોડ નવી નોકરીઓના અવસર પેદા થઇ શકે છે.
– માછીમારોને આધુનિક ટેકનીકથી માછલી પકડવાની રીતો શિખવાડવામાં આવે છે.

You might also like