નવસારી: પૂર્ણા નદીમાં બસ ખાબકી, 37 મુસાફરોના મોત

નવસારી: ગુજરાતના નવસારીમાં પૂર્ણા નદી પર બનેલા પુલ પરથી એક સરકરી બસ નદીમાં ખાબકી હતી. ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયના અનુસાર આ અકસ્માતમાં 37 મુસાફરોના મોત નિપજ્યા છે. બસમાં કુલ 60 લોકો સવાર હતા. ઘટનાસ્થળ પર ગણદેવી, નવસારી અને વલસાડથી બચાવ ટુકડી પહોંચી ચુકી છે. યાત્રીઓ માટે રાહત અને બચાવ કાર્ય ચાલુ છે.

મળતી માહિતી અનુસાર સ્ટેટ ટ્રાંસપોર્ટની બસ નવસારીથી ઉકાઇ જઇ રહી હતી. આ અકસ્માતમાં મોટી સંખ્યામાં લોકોને ઇજા પહોંચી હોવાના સમાચાર છે. ઇજાગ્રસ્તોને નવસારીના સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

કહેવામાં આવી રહ્યું છે કે નદીમાં પાણી વધુ છે અને પ્રવાહ તેજ હોવાના લીધે રાહત કાર્યમાં પરેશાની થઇ રહી છે. દુર્ઘટનાની સૂચના મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સની ટીમો ઘટનાસ્થળે પહોંચી ગઇ છે.

You might also like