OMG! યુવકે મ્યુઝિક ઇન્સ્ટુમેન્ટ વગાડાતાં-વગાડતાં કરાવ્યું ઓપરેશન…

બેંગલોર:શું તમે ક્યારે કોઈ દર્દીને ગિટાર પર તેનું મનપસંદ મ્યુઝિક વગાડતા ઓપરેશન કરાવતા જોયો છે? સ્વાભાવિક રીતે તબીબ જ્યારે કોઈ દર્દીની સર્જરી કરે ત્યારે તેને બેહોશ કરી દેતા હોય છે. પરંતુ બેંગલોરની એક હૉસ્પિટલમાં કંઈક અલગ જ ઘટના બની હતી. બેંગલોરની હોસ્પિટલમાં 32 વર્ષના યુવકે ઓપરેશન દરમ્યાન મ્યુઝિશ્યન બની ગયો હતો. આ યુવકને ન્યુરોલૉજિકલ ડિસઑર્ડરની બીમારી હતી. તે માટે હોસ્પિટલના ડોકટરોએ તેને ઓપરેશન કરવાની સલાહ આપી. જ્યારે આ યુવકનું ઓપરેશન કરવામાં આવું ત્યારે ડૉક્ટર સર્જરી કરી રહ્યા હતા અને યુવક ઑપરેશન-ટેબલ પર ગિટાર વગાડી રહ્યો હતો.

મળતી માહિતી અનુસાર, આ યુવકને દોઢ વર્ષ પહેલાં ગિટાર વગાડતા સમયે એકાએક મગજમાં માંસપેશીયોનો દુખાવો થતા તેને તેની બીમારી વિશે જાણ થઈ. તે માટે ડોકટરો જ્યારે તેના મગજની સર્જરી કરી રહયા હતા ત્યારે તે ગિટાર વગાડતો હતો. જેથી સમસ્યાવાળી જગ્યાની ખબર પડે. આ યુવકની સર્જરી સાત કલાક સુધી ચાલી હતી.

જ્યારે ન્યુરોસર્જનએ જણાવ્યું કે, આ સર્જરીમાં મગજની પ્રોબ્લેમેટિક જગ્યાને રેડિયેશનથી બાળી નાખવામાં આવે છે. ગિટાર વગાડતા સમયે કઇ જગ્યાએ દુખાવો થઈ રહ્યો છે તે જાણવું અમારા માટે અગત્યનું હતું. સર્જરી પહેલાં યુવકના મગજમાં ચાર ખાસ પ્રકારની ફ્રેમ લગાવવામાં આવેલી. ખોપડીમાં ૧૪ મિલીમીટરનું કાણું પાડવામાં આવ્યું અને એમાંથી ખાસ ઇલેક્ટ્રોડ પાસ કરીને આગળની સર્જરી કરવામાં આવી હતી.

http://sambhaavnews.com/

You might also like