પબ્લિક રિવ્યૂ: ‘ગેસ્ટ ઇન લંડન’માં પરેશ રાવલની ખૂબ જ ધમાકેદાર એક્ટિંગ

ફિલ્મનું ડિરેક્શન સારું છે. લંડનનાં લોકેશનને સારી રીતે દર્શાવવામાં આવ્યાં છે. સિનેમેટોગ્રાફી પણ સારી છે. ફિલ્મના સહકલાકારોએ પણ પોતાનો રોલ ખૂબ સારી રીતે નિભાવ્યો છે. ફિલ્મ ફેમિલી ઑડિયન્સને પણ ખૂબ જ પસંદ પડશે.
હું આ ફિલ્મને 3 સ્ટાર આપી.જયદીપ મારવિયા, બાપુનગર

ફિલ્મની કહાણી ખૂબ જ સુંદર છે. ફિલ્મની શરૂઆત તથા અંત જકડી રાખે છે. ફિલ્મમાં વચ્ચે એવું બને છે કે દર્શકો હસી પડે છે, જોકે પૂરી રીતે ફિલ્મની સ્ક્રિપ્ટ તથા એડિટિંગ જોરદાર છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.રવિરાજ પટેલ, ચાંદખેડા

ફિલ્મના બધા કલાકારોની એક્ટિંગ ખૂબ જ સારી છે. કોમેડી સીન ખૂબ જ સુંદર રીતે ફિલ્માવવામાં આવ્યા છે. ફિલ્મનો પહેલો હાફ તમને થોડો બોર કરે છે, પરંતુ સેકન્ડ હાફ ફિલ્મની કહાણીને બાંધી રાખે છે. બેકગ્રાઉન્ડ મ્યુઝિક ઠીક છે. હું આ ફિલ્મને 2.5 સ્ટાર આપીશ.જય ઠક્કર, સાબરમતી

ફિલ્મનાં ડિરેક્શન-લોકેશન્સ અને સિનેમેટોગ્રાફી કમાલનાં છે. લંડનનાં વિઝ્યુઅલ્સ કમાલનાં છે. અંતમાં અજય દેવગણની એન્ટ્રી જોરદાર થાય છે. ફિલ્મ જોવા જઈએ તો બહુ જ મજા આવશે. હું ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.રવિ પુવાર, બોપલ

ફિલ્મનું ડિરેકશન સારું છે. ફિલ્મની વાર્તા પણ ખૂબ પસંદ આવી પણ કેટલાક સીનમાં ફિલ્મ લંબાતી હોય તેવું પણ લાગતું હતું, ફિલ્મમાં પરેશ રાવલની ખૂબ જ ધમાકેદાર એક્ટિંગ છે. હું આ ફિલ્મને 3 સ્ટાર આપીશ.મિલન પટેલ, નિકોલ

ડાયરેક્ટર તરીકે અશ્વિની ધીરે કાબિલે તારીફ ડાયરેક્શન આપ્યું છે. કાર્તિક આર્યનનું આ ફિલ્મમાં કામ સરસ છે તો ક્રીતિ ખરબંદાએ પણ સારું કામ કર્યું છે. તન્વી આઝમીનું કામ વખાણવાલાયક છે. હું આ ફિલ્મને 3.5 સ્ટાર આપીશ.જયેન્દ્ર કટારા, નારોલ
http://sambhaavnews.com/

You might also like