GSTમાં તમાકુ-તમાકુની બનાવટો પર ઊંચો ટેક્સ લાદવા માગ

અમદાવાદ: આજે જીએસટી કાઉન્સિલની મહત્ત્વની બેઠક મળી રહી છે. બેઠકમાં સીજીએસટી, એસજીએસટી, આઇજીએસટી સહિત કઇ કોમોડિટી ઉપર કેટલો ટેક્સ લાદવામાં આવશે તે અંગેનો પણ નિર્ણય લેવાય તેવી પૂરેપૂરી શક્યતા છે. દરમિયાન નવી જીએસટીની કર વ્યવસ્તા અંતર્ગત તમાકુ અને તમાકુની બનાવટની ચીજવસ્તુઓ ઉપર કોઇ પણ પ્રકારની રાહત ન આપવાની માગ વોલેન્ટરી હેલ્થ એસોસિયેશન ઓફ ઇન્ડિયાએ કરી છે. એટલું જ નહીં ૨૮ ટકાનો જીએસટીનો ઊંચો ટેક્સ લાદવાની સાથેસાથે તમાકુ સંબંધી તમામ પ્રોડક્ટ ઉપર વધુમાં વધુ સેસ નાખવાની માગ પણ હેલ્થ એસોસિયેશન દ્વારા કરાઇ છે.

હેલ્થ એસોસિયેશનના જણાવ્યા પ્રમાણે તમાકુ અને તમાકુની બનાવટની ચીજવસ્તુઓની માગમાં દર વર્ષે સાતથી દશ ટકાનો વધારો થાય છે તથા તેના ઉપયોગથી સ્વાસ્થ્યને ગંભીર નુકસાન પણ થાય છે. આવા સંજોગોમાં નવી વ્યવસ્થામાં ટેક્સમાં કોઇ રાહત આપવામાં આવે તો તેનો ઉપયોગ પણ વધી શકે છે, જેના કારણે ઊંચો જીએસટી લાદવાની માગ કરવામાં આવી છે.
http://sambhaavnews.com/

You might also like