GSTનો વિરોધ કરતી સાડી અાવી

નવી દિલ્હી: ગુડ્સ અેન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી)નો વિરોધ ઠેર ઠેર થઈ રહ્યો છે, તેમાંથી મોટા ભાગનો વિરોધ બંધ અને રેલીના સ્વરૂપમાં થાય છે ત્યારે સુરતની ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઅે જીએસટીનો વિરોધ કરવા માટે નવી રીત અમલમાં મૂકી છે.

સુરત ટેક્સટાઈલ ઇન્ડસ્ટ્રીઅે જીએસટીનો વિરોધ કરતી સાડી માર્કેટમાં મૂકી છે. અા સાડીના લીધે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે કે અાજે જે કોઈ ઇન્ડસ્ટ્રીવાળા જીએસટીનો વિરોધ કરી રહ્યા છે તે સૌ અા સાડીનો અાર્ડર કરે છે.
સુરત સાડી માર્કેટના સેક્રેટરી જી. એસ. મંગુકિયાઅે કહ્યું કે અમે અમારો વિરોધ નોંધાવવા માટે અા સાડી બનાવી હતી. અા સાડી અમે અધિકારીઅો અને બીજા નેતાઅોને અાપી વિરોધ કર્યો. અા વિરોધ બીજાને ગમ્યો એટલે તેનું રીતસરનું બજાર ખૂલી ગયું છે.

અા સાડી માત્ર ગુજરાતમાં જ નહીં, ઉત્તર પ્રદેશ, અાંધ્ર પ્રદેશ અને દિલ્હીમાં પણ ડિમાન્ડમાં છે. અા સાડીની હોલસેલ કિંમત નહીં નફો-નહીં નુકસાનના ધોરણે સાવ પડતર રાખવામાં અાવી છે. હોલસેલમાં અા સાડી ૧૧૦ રૂપિયામાં અાપવામાં અાવે છે.
http://sambhaavnews.com/

You might also like